‘ગુંજન સકસેના ધી કારગીલ ગર્લ’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ

01 August 2020 06:17 PM
Entertainment India
  • ‘ગુંજન સકસેના ધી કારગીલ ગર્લ’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ

15મી ઓગષ્ટે નેટફિલકસ પર જૂ થશે ફિલ્મ : કારગીલ વોરમાં ઈતિહાસ રચનાર દેશની પ્રથમ મહિલા પાયલોટને જહાનવી કપુરે રૂપેરી પરદે જીવંત કરી છે

મુંબઈ તા.1
કારગીલ વોર દરમિયાન ભારતની પ્રથમ મહિલા પાઈલોટ તરીકે બહાદુરી દર્શાવી ઈતિહાસ સર્જનાર ગુંજન સકસેનાના જીવન પરથી બનેલ બાયોપીક ‘ગુંજન સકસેના ધી કારગીલ ગર્લ’નું ટ્રેલર લોંચ થયું છે. શ્રીદેવીની પુત્રી જાહનવીકપુર આ ફીલ્મમાં ગુંજન સકસેનાની ભૂમિકામાં સૌ કોઈનું દિલ જીતી લે છે.

આ ફીલ્મ મહિલા પાયલોટ ગુંજન સકસેનાના જીવન પર આધારીત છે. પાકીસ્તાન સાથે કારગીલ વોર દરમિયાન ગુંજન સકસેના પ્રથમ મહિલા પાયલોટ હતી. જેણે ઈતિહાસ રચ્યો હતો. ‘કારગીલ ગર્લ’ 15મી ઓગષ્ટે સ્વતંત્રતા દિન પર્વે નેટ ફિલકસ પર રિલીઝ થશે. આ ફીલ્મનું નિર્દેશન શરત શર્માએ કર્યું છે. ફીલ્મમાં અંગદ બેટી, વિનીતકુમાર, માનવ વીજ, આયેશા રઝા વગેરે ભૂમિકા ભજવે છે.

છોકરીઓથી કંઈ ન થાય એવા પ્રશ્ર્નનો ઉતર જાહનવીકપુર અભિનીત ‘ગુંજન સકસેના ધી કારગીલ ગર્લ’ આપે છે. શ્રીદેવીની પુત્રી જાહનવી એમ ફીલ્મમાં અસરકારકથી ગુંજન સકસેનાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં ગુંજનના પિતાનું પાત્ર પંકજ ત્રિપાઠી ભજવે છે.


Related News

Loading...
Advertisement