બકરી ઈદની મુબારક બાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે પાઠવી

01 August 2020 06:14 PM
India
  • બકરી ઈદની મુબારક બાદ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે પાઠવી

ભાઈચારો અને દયાની ભાવના વધે: મોદી : સોશ્યલ ડીસ્ટેન્સીંગ સાથે નમાઝ અદા કરાઈ

નવી દિલ્હી તા.1
આજે ઈદ-ઉલ-અઝહા અર્થાત બકરી ઈદ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉર્દુ ભાષામાં મુબારકબાદી પાઠવીને કોરોના મહામારીનાં સમયમાં ગાઈડ લાઈનનું પાલન કરવાની અપીલ કરી હતી.
કોરોના વાયરસને ધ્યાને રાખીને ઈદની નમાઝ સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે પઢવામાં આવી હતી. અનેક જગ્યાએ ઘરમાં રહીને જ નમાઝ પઢવાની અપીલ કરાઈ હતી કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ ઘેર રહી નમાઝ પઢી હતી.


Related News

Loading...
Advertisement