પોઝીટીવીટી વિષે કૈલાશ ખેરનો ઈન્ટરવ્યુ લેનારી ટીવી ચેનલની એન્કરની આત્મહત્યા

01 August 2020 06:13 PM
India
  • પોઝીટીવીટી વિષે કૈલાશ ખેરનો ઈન્ટરવ્યુ લેનારી ટીવી ચેનલની એન્કરની આત્મહત્યા

પ્રિયા જુનેજા ડિપ્રેસનમાં હોવાનું ખુલ્યું

નવી દિલ્હી તા.1
ન્યુઝ ચેનલની એક એન્કરે નોર્થ-ઈસ્ટ દિલ્હીના વેલકમ એરિયાના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. પંખે લટકી જીવાદોરી ટુંકાવનારી 24 વર્ષની પ્રિયા જુનેજાએ તાજેતરમાં કોવિડ 19ના મુશ્કેલ સમયમાં વ્યક્તિ હકારાત્મક કઈ રીતે રહી શકે અને હકારાત્મક રીતે કઈ વિચારી શકે તે બાબતે ગાયક કૈલાશ ખેરનો ઈન્ટરવ્યુ લીધો હતો.
પ્રાથમીક તપાસમાં તે ડીપ્રેસનમાં હોવાનું ખુલ્યુ છે. આવું આત્મઘાતી પગલુ ભરવાનું તત્કાળ કારણ જાણી શકાયુ નથી.જુનેજા તેના માતાપિતા, બે બહેનો અને ભાઈ સાથે રહેતી હતી. પોતાની રૂમનો દરવાજો ન ખોલ્યો ત્યારે પોલીસને જાણ કરાઈ હતી. તેના એક મિત્રએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે તે આનંદી સ્વભાવની હતી.


Related News

Loading...
Advertisement