વ્યવસાયમાં સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરતું જેએમજે ગ્રૂપ

01 August 2020 06:11 PM
Rajkot
  • વ્યવસાયમાં સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરતું જેએમજે ગ્રૂપ
  • વ્યવસાયમાં સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરતું જેએમજે ગ્રૂપ
  • વ્યવસાયમાં સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરતું જેએમજે ગ્રૂપ
  • વ્યવસાયમાં સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરતું જેએમજે ગ્રૂપ
  • વ્યવસાયમાં સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરતું જેએમજે ગ્રૂપ

રિઅલ એસ્ટેટ, રીન્યુએબલ એનર્જી, ટેક્ષટાઇલ મીલ, લોજીસ્ટીકસ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ફિલ્મ પ્રોડકશન સહિતના ક્ષેત્રમાં ગ્રુપએ વ્યાપ વધાર્યો : રાજકોટ, અમદાવાદ, જામનગર, મુંબઇમાં યુવા ઉદ્યોગપતિ મયુરઘ્વજસિંહ જાડેજાની કંપની જે.એમ.જે. ગ્રુપના અનેક પ્રોજેકટસ ચાલુ

રાજકોટ તા.1
હરિફાઇના આજના યુગમાં કોઇપણ વ્યવસાય હોય તેમાં ટકવું, આગળ વધવું એટલું જ પુરતું નથી પણ સફળતાના માપદંડોમાં પાર ઉતરવું તે અઘરૂં કાર્ય છે. જે કરી બતાવ્યું છે રાજકોટના જેએમજે ગ્રૂપના સીએમડી મયૂરધ્વજસિંહ જાડેજાએ. વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલ જેએમજે ગ્રૂપે સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરી વ્યવસાય ક્ષેત્રે એક નવો રાહ ચિંધ્યો છે કારણ જેએમજે ગ્રૂપ ઉચ્ચ ગુણવત્તા અને લઘુતમ કિંમત પર વિશ્વાવાસ રાખે છે એટલુંજ નહીં તેને વ્યવસાયના પાયાનો પથ્થર પણ માને છે. જે તેની મજબૂત વિચારધારા છે.

જેએમજે ગ્રૂપ એ લોજીસ્ટિક અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, રહેણાંક અને કમર્શિયલ પ્રોજેક્ટ, હાઇવે અને હેવી સબસ્ટેશન પ્રોજેક્ટ્સ, જેએમજે પાવર કોર્પોરેશન એન્ડ ફિલ્મ ડેવલપમેન્ટ વગેરે સાથે સંકળાયેલ છે. જેનું મિશન રોકાણકારોનો સંતોષ અને તેને તેના રોકાણનું ઉચ્ચ કિંમતનું વળતર આપવાનું છે. જેએમજે પ્રોજેક્ટ્સ લિમીટેડ એ ગુજરાતની અગ્રેસર કંપની છે જે પાવર બિઝનેસની સાંકળ (ચેઇન) ધરાવે છે. જેમકે જનરેશન, ઇપીસી, ટ્રેડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની કે જેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખુબ મોટા અને સારા પ્રોજેક્ટ્સ છે. જેમાં હેવી સબસ્ટેશન, હાઇવે, રિયલ એસ્ટેટ, લોજીસ્ટિક અને ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક, સ્પીનિંગ મીલ વગેરેનો પણ સમાવેશ થાય છે.

જેએમજે ગ્રૂપના સીએમડી મયૂરધ્વજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે ટેક્સટાઇલ, એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફિલ્મ પ્રોડક્શનમાં પણ ફોકસ કરી કંપનીનો વિસ્તાર વધાર્યો છે. અમે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ અગ્રેસર રહી વિકાસ અને શ્રેષ્ઠતાની પ્રતિબધ્ધતા સાબિત કરી છે. અમે અમારા નૈતિક ધોરણોને વળગી રહી ગુણવત્તા, નાવિન્ય, ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા કાયમ કટિબધ્ધ રહ્યા છીએ.

જેએમજે ગ્રૂપ ના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો વર્ષ 2010 માં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં રિયલ એસ્ટેટથી શરૂ કરેલી સફર આજે રાજ્યોના સિમાડા વટાવી ચૂકી છે. રાજકોટ ઉપરાંત જામનગર, અમદાવાદ અને મુંબઇ ખાતે પણ વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ થયું છે અને થઇ રહ્યું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે રાજકોટના અંબિકા ટાઉનશીપમાં અનેક પ્રોજેક્ટો સાથેના ખુબ સુંદર શાંતિવન બંગ્લોઝ, શાંતિવન ફ્લેટ્સ, શાંતિવન પરિસર, શાંતિવન પરમ, શાંતિવન નિવાસ તેમજ રૈયા ખાતે સેફાયર એલીગન્સનું નિર્માણ કરી જેએમજે ગ્રૂપે રિયલ્ટી ક્ષેત્રે એક નવી ભાત પાડી છે.

એજ રીતે રાજકોટના રૈયા વિસ્તારમાં અત્યાધુનિક અને મોર્ડન એમીનિટીસ સાથે 2 અને 3 બીએચકે સાથેના "સેફાયર એલિગન્સ" ફ્લેટનો પ્રોજેક્ટ પણ હાલ ચાલી રહ્યો છે. નવા ઘરનું સપનું જોતા લોકોના સપનાને હકીકતમાં પરિણમતા ખુબજ સગવડતાઓ અને અદભૂત લોકેશન સાથે રહેણાંક નિર્માણ કરાઇ રહ્યું છે. માત્ર આવાસ જ નહીં હાલના સમયની માંગ મુજબ જેએમજે ગ્રૂપે લોજીસ્ટિક પાર્ક પણ નિર્માણ કર્યા છે અને હાલ પણ કરે છે.

અમદાવાદ પાસે બાવળા હાઇવે પર "ક્રિસ્ટલ લોજીસ્ટિક પાર્ક" માં વેરહાઉસ, ઇન્ડસ્ટ્રીઝ માટે અતિ વિશાળ જગ્યામાં ભવ્યાતિભવ્ય લોજીસ્ટિક પાર્ક અમલમાં મૂકાયો છે. જેમાં ટ્રક અને ઓફિસ પાર્કિંગ જગ્યા સાથે વે-બ્રીજ, કમર્શિયલ કોમ્પલેક્સ, સીસીટીવી, હાઇ કમ્પાઉન્ડ વોલ સિક્યોઇરીટિ અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમનો પણ સમાવેશ કરાયો છે.

વધુમાં જેએમજે ગ્રૂપ દ્વારા નવી મુંબઇના પનવેલ ખાતે સન સીટિ રેસીડેન્સીયલ પ્રોજેક્ટ અમલમાં છે. જેમાં બે રેસીડેન્સીયલ ટાવર્સ, 4 વિન્ગ અને ગ્રાઉન્ડ ફ્લોર અને 7 માળ 263 યુનિટ્સ (ફ્લેટ્સ, દુકાનો અને ઓફિસ) નું ભવ્ય નિર્માણ થઇ રહ્યું છે. જેમાં 29 થી વધુ એમીનિટીસ ની સાથે નાની ટાઉનશીપનું સુંદર નિર્માણ થયું છે. આ સમગ્ર પ્રોજેક્ટને સોલાર એનર્જીથી આવરી લઇ ગ્રીન બિલ્ડીંગનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

જે સોલાર પાવરથી સજ્જ મુંબઇની એક માત્ર વિશેષ પરિયોજના રહેશે જેમાં વિજળીથી લગતા ખર્ચાઓમાંથી રહેવાસીઓને રાહત મળશે. માટેજ આ અલભ્ય પરિયોજનાને નામ ‘સનસિટી’ અપાયું છે. જેએમજે ગ્રૂપે નવી મુંબઇનું પનવેલ જે ખુબજ ઝડપથી વિકસી રહેલ છે ત્યાં પાંચ એકર એરિયામાં ઘરની જરૂરિયાતવાળા લોકો માટે રહેઠાણ આવાસનું કામ શરૂ થઇ ગયેલ છે.

એજ રીતે રિન્યુએબલ એનર્જી એટલે કે સોલાર ક્ષેત્રે પણ જેએમજે ગ્રૂપે સિધ્ધિ હાંસલ કરી છે. ઇલેક્ટ્રિસીટી એ આજના સમયની જરૂરિયાત છે ત્યારે સોલાર દ્વારા પાવર ઉત્પન્ન કરી લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કામ જેએમજે ગ્રૂપે કરી બતાવ્યું છે. જેણે મહારાષ્ટ્ર ખાતે સોલાર પાવર પ્રોજેક્ટ્સમાં મોટુ યોગદાન આપ્યું છે. ભિવંડીમાં 12.5 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ લગાવ્યો છે.

જેથી સિપ્લા અને તેના જેવી મલ્ટિનેશનલ કંપનીઓને વિજળી જેએમજે પાવર કોર્પોરેશન પુરી પાડે છે. વધુમાં જેએમજે ગ્રૂપે ગુજરાતભરમાં 66 કે.વી. થી લઇ 400 કે.વી. સુધીના 12 સબસ્ટેશનનું નિર્માણ પણ કર્યું છે. આવનારા સમયમાં જેએમજે ગ્રૂપ દ્વારા મહારાષ્ટ્ર, એમ.પી. અને તામીલનાડૂમાં પણ સોલાર પ્રોજેક્ટ્સનું વિસ્તરણ કરાશે.

જેએમજે ગ્રૂપ વર્ષ 2013 થી ફિલ્મ પ્રોડક્શન સાથે પણ સંકળાયેલું છે. તે ફિલ્મ પ્રોડક્શન કંપની પણ ધરાવે છે તેનું નામ છે જેએમજે મોશન પીક્ચર્સ. આ બેનર હેઠળ ગ્રૂપે સૌપ્રથમ ગુજરાતી ચલચિત્ર "આપણે તો ધીરૂભાઇ" નું નિર્માણ કરેલું. આ ઉપરાંત ગ્રૂપે મરાઠી ફિલ્મોમાં પણ ઘણું યોગદા ન આપ્યું છે. ડોક્યુમેન્ટરી અને એડ ફિલ્મો પણ બનાવી છે. જેએમજે ગ્રૂપ દ્વારા રાજકોટના ભાવનગર રોડ પર વર્ષ 2014 થી સ્પીનિંગ મીલ પણ કાર્યરત કરી છે અને ટેક્સટાઇલ ક્ષેત્રે પણ ખુબ યોગદાન આપ્યું છે.

વધુમાં જેએમજે ગ્રૂપ ઇમ્પોર્ટ-એક્સપોર્ટ નો વ્યવસાય પણ ધરાવે છે જે અંતર્ગત તેઓ પેપરવેસ્ટમાં ભારતમાં સાતમાં નંબરના ઇમ્પોર્ટર છે.
માત્ર વ્યવસાય જ નહિં પણ સામાજીક જવાબદારીઓ પણ આ ગ્રૂપ બખુબી નિભાવી રહ્યું છે. જેમાં ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં સૌપ્રથમ વખત એકમાત્ર દાતા રૂપે 85 દિકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન, અંધ-અપંગ લોકોને મદદ, ગરીબ વિદ્યાર્થીઓની ફિ માફી વગેરે જેવા સામાજિક સેવાકિય કાર્યોમાં પણ જેએમજે ગ્રૂપ સદાય અગ્રેસર રહ્યું છે.

વર્ષ 2017 માં ખરા અર્થમાં પુરૂષાર્થના જોરે પ્રગતિના પંથે ગતિ કરનાર ઉદ્યોગ સાહસ રત્નોને સન્માનીત કરાયા હતા. જેમાં સૌથી નાની વયે અને ખુબજ ટુંકા સમયગાળામાં સફળતાના શિખરો સર કરનાર રાજકોટના યુવા ઉદ્યોગકર્મિ જેએમજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શ્રી મયૂરધ્વજસિંહ જાડેજાને સીએનબીસી સૌરાષ્ટ્ર રત્ન ‘યંગ ઇન્ટરપ્રિનિયર ઓફ ધ ઇયર’ નો એવોર્ડ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે એનાયત કરાયો હતો.

સૌરાષ્ટ્રના ઉદ્યોગસાહસિકોમાં સૌથી નાની વયે અને 7 વર્ષ જેવા ઓછા સમયમાં મયૂરધ્વજસિંહ જાડેજાએ પરિશ્રમને સફળતાનો પર્યાય સાબિત કરી બતાવ્યો. તેમણે સમયને ધ્યાનમાં રાખી તેમના દરેક વ્યવસાયમાં ટેક્નોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કર્યો છે. લોજીસ્ટિક પાર્ક, સોલાર પાવર પ્રોજેક્ટ્સ, રિયલ એસ્ટેટ, ફિલ્મ પ્રોડ્ક્શન. સ્પીનીંગ, સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ વગેરે જેવા અનેક વ્યવસાયમાં તેઓ રૂચી લઇ રહ્યા છે.

જેએમજે ગ્રૂપ દ્વારા હંમેશા શરૂથી લઇ વેંચાણ અને ત્યાર બાદ પણ પૈસાની યોગ્ય કિંમત મળી રહે તે રીતે સંતોષકારક સેવા અપાઇ છે. વધુમાં રિયલટી ક્ષેત્રે એક સમર્પિત અને ભરોસાપાત્ર નામના જેએમજે ગ્રૂપે મેળવી છે. કારણ જેએમજે ગ્રૂપે હંમેશા તેના ગ્રાહકોને ડિઝાઇન, ટેક્નોલોજી અને મટીરિયલ્સમાં કાયમ ઉચ્ચ ગુણવત્તા સાથે વિશ્વાસ પણ આપ્યો છે અને ભવિષ્યમાં પણ આપતા રહેશે. જેએમજે ગ્રૂપ તેની તમામ સિધ્ધિઓનો સંપૂર્ણ શ્રેય તેના કર્મચારીઓ, સાથી એસોસીએટ્સ, ઇન્વેસ્ટરો અને ગ્રાહકોને આપે છે.


Related News

Loading...
Advertisement