મુસ્લિમ સમાજ દ્વારા ‘ઇદ-ઉલ-અઝહા’ની સાદગીપૂર્ણ ઉજવણી

01 August 2020 06:02 PM
Rajkot
  • મુસ્લિમ સમાજ દ્વારા ‘ઇદ-ઉલ-અઝહા’ની સાદગીપૂર્ણ ઉજવણી
  • મુસ્લિમ સમાજ દ્વારા ‘ઇદ-ઉલ-અઝહા’ની સાદગીપૂર્ણ ઉજવણી
  • મુસ્લિમ સમાજ દ્વારા ‘ઇદ-ઉલ-અઝહા’ની સાદગીપૂર્ણ ઉજવણી
  • મુસ્લિમ સમાજ દ્વારા ‘ઇદ-ઉલ-અઝહા’ની સાદગીપૂર્ણ ઉજવણી

મુસ્લિમ બિરાદરોએ સોશ્યલ ડીસ્ટન્સ સાથે મસ્જિદોમાં અને પોતાના ઘરે ખાસ નમાઝ અદા કરી પરસ્પર એકબીજાને ઇદની મુબારક બાદી પાઠવી : કોરોનાની મહામારીમાંથી જનજીવનને મુકિત મળે તે માટે દુઆ મંગાઇ : કબ્રસ્તાનમાં મરર્હુમોની કબર પર ફૂલ ચડાવી અંજલી અર્પીત કરાઇ

રાજકોટ તા. 1
મુસ્લિમ સમાજ દ્વારા આજે કુરબાનીના પર્વ ઇદ-ઉલ-અઝહા (બકરી ઇદ) ની પરંપરાગત રીતે સાદગીપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારના મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો અને પોતાના ઘેર ખાસ નમાઝ અદા કરી પરસ્પર એકબીજાને ઇદની મુબારક બાદી પાઠવી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે આ વખતે કોરોના વાયરસના કહેરના પગલે સંક્રમીત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહયો હોય સાવચેતીના પગલારૂપે સોશ્યલ ડીસ્ટન્સ રાખી મસ્જિદોમાં ઇદ-ઉલ-અઝહાની વિશેષ નમાઝ મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી.

મુસ્લિમ બિરાદરોએ મસ્જિદો અને પોતાના ઘરે સવારના 6-4પ થી 7 કલાક દરમિયાન ઇદ નમાઝ અદા કરી હતી.સ આ પ્રસંગે સદર જુમ્મા મસ્જિદના ઇમામ હાજી અકરમબાપુ તથા મુસ્લિમ બિરાદરોએ કોરોનાની મહામારીમાંથી જનજીવનને મુકિત મળે તે માટે ખાસ દુઆ માંગી હતી. ઇદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ કબ્રસ્તાનમાં જઇ મરર્હુમોની કબર પર ફુલ ચડાવી અંજલી અર્પીત કરી હતી. આ વખતે કોરોનાના કહેરના ફુંફાડાને લઇ પરીસ્થિતિ અલગ હોય શહેરની બંને ઇદગાહમાં નમાઝ પઢવામાં આવી ન હતી. બંને ઇદગાહ આજે બંધ રહી હતી.

આગેવાનોએ કરેલી અપીલને ધ્યાને લઇ મુસ્લિમ બિરાદરોએ નમાઝ પઢયા બાદ મુસાફો કે ગળે મળ્યા ન હતા. તેમજ પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવામાં આવેલ હતો. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે કોરોનાના ફુંફાડાના કારણે રમઝાન દરમિયાન લોકડાઉન હોય મુસ્લિમ બિરાદરોએ રોઝા રાખી પોતાના ઘરે જ નમાઝ પઢી ઇબાદત કરી હતી.સ પરંતુ અનલોક-3 માં છુટછાટો અપાયેલ હોય કોવીડ-19 ના જાહેરનામા અને સરકારની ગાઇડ લાઇનને અનુસરી મુસ્લિમ સમાજ દ્વારા ઇદ-ઉલ-અઝદાની ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઇદ-ઉલ-અઝદાની ઉજણવી પ્રસંગે ઠેર-ઠેર કોમી એકતાના દૃશ્યો સર્જાયા હતા. મુસ્લિમ અને હિન્દુ બિરાદરોએ પરસ્પર એકબીજાને ઇદની મુબારક બાદી પાઠવી હતી.

કોમી એખલાસ અને ત્યાગની ભાવના શીખવતો પર્વ ‘ઇદ-ઉલ-અઝહા’
શાંતી સલામતી સમર્પણ ભાઇચારો કોમી એકતા જેવા ઉમદા ગુણો કેળવવા ઉદાહરણ પુરૂ પાડે છે
આરબોના જંગલિયાતભર્યા ઉત્સવોને લોહિયાળ બનતા અટકાવી પયંગબરે ઇસ્લામે એના બદલે ઇદુલ ફીતર (રમઝાન ઇદ), ઇદુલ અઝહા (કુરબાન ઇદ) જેવા પવિત્ર તહેવારોનું નવલું નઝરાણું માનવ સમાજને ભેટ ધર્યુ જેમા શાંતિ, સલામતિ, સમર્પણ, ભાઇચારો, કોમીએકતા, પ્રેમભાવ જેવા ઉમદા ગુણો કેળવવા ઇદની ઉજવણીના ઉત્સવને આધારશિલા બનાવી સમાજ સુધારણાનું બેનમુન ઉદાહરણ પુરૂ પાડયુ છે.

હિજરી સંવતના જિલ્હજ માસની દસમી તારીખ દરમ્યાન ઉજવાતો મુસ્લિમોનો વાર્ષિક ઉત્સવ એટલે ઇદુલ અઝહા અથવા કુરબાન ઇદ તરીકે ઉજવવામાં આવે છે.સ મુસ્લિમોનો આ તહેવાર ત્યાગ, બલિદાન, આત્મસમર્પણનો તહેવાર છે. ઇદુલ અઝહા ઇસ્લામના મહાન પયંગમ્બર હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે આપેલી મહાન કુરબાનીની યાદમાં ઉજવવામાં આવે છે.

હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને સતત ત્રણ દિવસ સુધી ખ્વાબ સ્વપ્નમાં અલ્લાહ તરફથી ફરમાન કરવામાં આવે છે કે અમારા માર્ગમાં તમારી વહાલામાં વહાલી ચીજ કુરબાન કરો. હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે સતત બે દિવસ સુધી પોતાના ઉંટોની કુરબાની આપી છતાં પણ ત્રીજે દિવસે ફરી આદેશ થયો. અલ્લાહને ઇબ્રાહીમ અલૈહિસ્સલામની કસોટી કરી હતી.

આખરે હજરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે પોતાના ખ્વાબની વાત પોતાના પ્યારા પુત્ર હજરત ઇસ્માઇલ અલૈહિસ્સલામને કરી. એમણે કહયું કે મેં ખ્વાબમાં જોયું કે હું આપને અલ્લાહની રાહમાં આપી રહયો છું. પુત્ર હજરત ઇસ્માઇલ અલૈહિસ્સલામે પોતે તે માટે ખુશીથી તૈયારી બતાવી, ઉમદા વસ્ત્રો પહેરીને અલ્લાહની રાહમાં રજુ થવા જંગલ તરફ રવાના થયા. રસ્તામાં શેતાને એમને વિચલિત કરવા પ્રયત્નો કર્યા. પણ દરેક વખતે એમણે સાત નાની કાંકરીઓ મારીને શેતાનને ભગાડી મુકયો.

રબુલ આલમીનને રાજી કરવા માટે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તરફથી પોતાના પ્યારા પુત્ર હજરત ઇસ્માઇલની કુરબાની આપવા માટેની જે જીગરદારી દાખવવામાં આવી હતી અને એ કસોટીમાંથી પાર ઉતારવા પરવરદિગારની કૃપાથી હઝરત ઇસ્માઇલની જગ્યાએ દુંબો જબેહ થઇ જતા આ કુરબાનીનો સિલસિલો પરંપરાથી ઇસ્લામી જગત માટે જાએઝ ફરજરૂપ કરાવવામાં આવેલ છે. એની પાછળનો અસલ ઉદેશ એ છે કે ખુદા તઆલાની ખુશી માટે આપણે આપણી વ્હાલામાં વ્હાલી વસ્તુને કુરબાન કરવી.


Related News

Loading...
Advertisement