જિલ્લા/તાલુકા-ગ્રામ્ય સ્તરે સોશ્યલ ડિસ્ટન્સ સાથે ધ્વજ ફરકાવાશે : રાષ્ટ્રગાન

01 August 2020 05:59 PM
Rajkot
  • જિલ્લા/તાલુકા-ગ્રામ્ય સ્તરે સોશ્યલ ડિસ્ટન્સ સાથે ધ્વજ ફરકાવાશે : રાષ્ટ્રગાન

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પર પ્રતિબંધ નહીં, ગાઇડ લાઇન જાહેર : મંચ પર માત્ર પાંચ મહાનુભાવો સાથે જિલ્લા મથકે 150, તાલુકા-100 અને ગ્રામ્ય સ્તરે 50 આમંત્રિતોની ઉપસ્થિતી રહેશે : તમામે માસ્ક પહેરવો ફરજીયાત : ઓનલાઇન સ્પર્ધા સાથે કોરોના વોરિયર્સનું સન્માન-વૃક્ષારોપણ કાર્યક્રમો યોજી શકાશે

રાજકોટ તા. 1
કોરોના વાઇરસ મહામારીમાં હાલ જાહેર લોકમેળાઓ અન્ય જાહેર કાર્યક્રમો, સમારંભો પર પ્રતિબંધ છે. ત્યારે આગામી રાષ્ટ્રીય પર્વની ઉજવણી દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી કરવા સરકારે ગાઇડલાઇન જાહેર કરી આગામી સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણીના કેટલાક નિયમો નિર્દેશ કર્યા છે. જેમાં જિલ્લા/તાલુકા અને ગ્રામ્ય સ્તરે દર વર્ષની જેમ સ્વાતંત્ર્ય દિને ધ્વજવંદન, રાષ્ટ્રગાન, દેશ ભકિતના ગીતોની સુરાવલી સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી ઉજવણી કરી શકાશે.

જેમાં જિલ્લાકક્ષાએ મંત્રી, કલેકટરની ઉપસ્થિતિમાં ધ્વજવંદન, રાષ્ટ્રગાન, પોલીસ દળ પરેડ, મંચ પર પાંચ મહાનુભાવો સાથે 150 લોકોની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મીઓ અને કોરોનાને મહાત કરનાર વ્યકિતઓ, રમતવીરોનું સન્માન તમામે સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે માસ્ક પહેરવા ફરજીયાત રહેશે. તાલુકા કક્ષાએ મંચ પર પાંચ મહાનુભાવોની ઉપસ્થિતિ 100 લોકોની ઉપસ્થિતિ સાથે ધ્વજવંદન, રાષ્ટ્રગાન, સન્માન કાર્યક્રમ.

ગ્રામપંચાયત કક્ષાએ પણ મંચ પર પાંચ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ0 લોકોની હાજરીમાં ધ્વજવંદન, રાષ્ટ્રગાન, સન્માન, ઓનલાઇન સ્પર્ધા જેવા કાર્યક્રમ યોજાશે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં આતંર-શાળા-કોલેજ ઓનલાઇન કવીઝ, નિબંધ-લેખન સ્પર્ધા સરકારી બિલ્ડીંગોની રોશની સજાવટ, વેબીનાર દેશભકિત ગીત વગાડી શકાશે.સ લોકો પોતાની અગાશી અને બાલ્કની પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકશે. રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ગરિમાપુર્ણ રીતે ઉજવી શકાશે.


Related News

Loading...
Advertisement