ભાદર-ન્યારીમાં નવા નિરની સામાન્ય આવક સતત ચાલુ

01 August 2020 05:57 PM
Rajkot
  • ભાદર-ન્યારીમાં નવા નિરની સામાન્ય આવક સતત ચાલુ
  • ભાદર-ન્યારીમાં નવા નિરની સામાન્ય આવક સતત ચાલુ

ન્યારી-2 છલકાવા આડે હવે માત્ર 1-ફૂટનું છેટુ

રાજકોટ તા. 1
રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા ભાદર-ન્યારી ડેમની જળ સપાટીમાં છેલ્લા કેટલાંક દિવસોથી સામાન્ય વધારો થઇ રહયો છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમ્યાન ભાદર-1 અને ન્યારી-2 માં ફરી નવા નિરની સામાન્ય આવક થવા પામી છે.આ અંગેની રાજકોટ સિંચાઇ ખાતાના ફલડ સેલનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમ્યાન ભાદર-1માં 0.20 ફૂટ નવા પાણીની આવક થતા ડેમની સપાટી 22.50 ફૂટે પહોંચી ગઇ છે.
આ ઉપરાંત ન્યારી-ર ની સપાટીમાં પણ 0.16 ફૂટનો વધારો થતા ડેમની સપાટી 19.70 ફૂટે પહોંચી ગઇ છે. અને હવે ન્યારી-ર છલકાવા આડે માત્ર 1 ફૂટનું છેટુ રહયુ છે.
જયારે રાજકોટ જિલ્લાનાં જ છાપરવાડી-1 માં પણ 0.33 ફૂટ નવા પાણીની આવક થવા પામી છે.
આ ઉપરાંત દ્વારકા જિલ્લાનાં વર્તુ-ર ડેમમાં પણ 0.03 ફૂટ નવા પાણીની આવક થઇ છે.


Related News

Loading...
Advertisement