રાજકોટ જિલ્લાનાં કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 7 થી સાંજે 7 સુધી માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે

01 August 2020 05:55 PM
Rajkot
  • રાજકોટ જિલ્લાનાં કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 7 થી સાંજે 7 સુધી માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે

અનલોક-3 અંગે જાહેરનામુ પ્રસિઘ્ધ કરતા કલેકટર રેમ્યા મોહન : હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીનાં 10 સુધી અને દુકાનો રાત્રે 8 સુધી ખુલ્લી રાખી શકાશે : તા.પથી યોગા ઇન્સ્ટીટયુટ અને જીમ શરૂ કરવાની છુટ

રાજકોટ તા.1
અનલોક-3 અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટરે સરકારની ગાઇડ લાઇન મુજબ રાજકોટ જિલ્લા ગ્રામ્ય, વિસ્તાર માટે એક જાહેરનામુ પ્રસિઘ્ધ કર્યુ છે અને જણાવાયું છે કે જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલ છે તે વિસ્તાર તેમજ ભવિષ્યમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે વિસ્તારોમાં આવશ્યક સેવાઓ જ સવારનાં 7 થી રાત્રીના 7 સુધી ચાલુ રહેશે તે સિવાયની કોઇ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે નહી અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.

આ ઉપરાંત જિલ્લા કલેકટરે ફરમાવ્યું છે કે તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક/તાલીમ અનુ.શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવી. (વહિવટી કાર્યાલય ચાલુ રાખી શકાશે, ઓનલાઇન/ડીસ્ટન્સ લર્નીંગ ચાલુ રાખી શકાશે) તમામ પ્રકારની દુકાનો રાત્રીનાં 8 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે તથા હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય આતિથ્ય સેવાઓ રાત્રીનાં 10 વાગ્યા સુધી સરકારની માર્ગદર્શિકા મુજબ ચાલુ રાખી શકાશે. જયારે યોગા ઇન્સ્ટીટયુટ અને જીમ્નેશિયમ તા.5/8/2020થી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં નિયમો મુજબ શરૂ કરી શકાશે. શોપીંગ મોલ્સ પણ ભારત સરકારના માર્ગદર્શિકા મુજબ ચાલુ રાખી શકાશે.

તમામ સિનેમાગૃહો, મલ્ટીપ્લેકસ, સ્નાનાગારો, મનોરંજન ગૃહો, નાટય ગૃહો, કલબ, જાહેર બગીચાઓ, પ્રાણી સંગ્રહાલય, વોટર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, બાર અને સભા ગૃહો, સભાખંડો અને તે પ્રકારના સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા, રમત-ગમત સંકુલ અને સ્ટેડિયમ ખોલી શકાશે પરંતુ દર્શકો માટે બંધ રાખવાના રહેશો. તથા તમામ સામાજીક/રાજકીય/રમત-ગમત/મનોરંજન/શૈક્ષણિક/સાંસ્કૃતિક/ધાર્મિક સમારંભ/ અન્ય સંમેલનો અને જનમેદની એકઠી થાય તેવા કાર્યક્રમો થઇ શકશે નહી. મેળાવડા-સંમેલનો-આંદોલન ધરણા પણ પ્રતિબંધીત રહેશે.

તમામ ધાર્મિક સ્થળો સ્થળો ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ અને સોશ્યલ ડિસ્ટન્સ પાલન કરવાની શરતે તથા કોઇપણ જાતના મેળાવડા કે કાર્યક્રમ નહી કરવાની શરતે ચાલુ રાખી શકાશે જયારે ફેરીયાઓ સ્થાનિક સત્તામંડળ-નગરપાલિકા/ગ્રામ પંચાયત, નક્કી કરે તે વિસ્તાર મુજબ પોતાની આર્થિક પ્રવૃતિઓ કરી શકશે અને પુસ્તકાલય 60%ની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

સીટી બસ સેવાઓ ક્ધટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તાર માટે 60%ની બેઠક ક્ષમતા ચાલુ રાખી શકાશે. ખાનગી બસ સેવા જીએસઆરટીસીની માર્ગદર્શિકાઓ મુજબ 60%ની બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે કોઇપણ મુસાફર ઉભા રહી શકશે નહી. ઓટો રીક્ષા 1 ડ્રાઇવર તથા 2 મુસાફર સાથે પરિવહન કરી શકશે. કેબ, ટેક્ષી, બેક એગ્રીગ્રેટર્સ, ખાનગી વાહન 1 ડ્રાઇવર તથા 2 મુસાફર, જો બેઠક ક્ષમતા છ કે તેથી વધુ હોય તો 1 ડ્રાઇવર તથા 3 મુસાફર સાથે પરિવહન કરી શકશે. ટુ વ્હીલર્સ બે મુસાફરો સાથે પરિવહન કરી શકશે.


Related News

Loading...
Advertisement