રાજકોટ શહેર-જિલ્લામાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓના ગ્રાઉન્ડ અંગે તપાસ શરૂ

01 August 2020 05:51 PM
Rajkot
  • રાજકોટ શહેર-જિલ્લામાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓના ગ્રાઉન્ડ અંગે તપાસ શરૂ

તાલુકા શિક્ષણાધિકારીઓ દ્વારા સર્વે કામગીરી

રાજકોટ તા. 1: રાજકોટ શહેર-જિલ્લામાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓના મેદાન અંગે શિક્ષણાધિકારી દ્વારા તપાસ આરંભી દેવામાં આવી છે. આ અંગે તાલુકા મથકો પર ફરજ બજાવતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ આપી સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વિધાર્થીઓનો શિક્ષણની સાથે શારીરિક માનસિક વિકાસ થાય તે માટે તમામ પ્રાથમિક-માધ્યમિક શાળાઓ પાસે ગ્રાઉન્ડ હોવુ આવશ્યક છે.સ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયભરમાં આ બાબતે તપાસ કરવા માટેે દરકે જિલ્લાઓના શિક્ષણાધિકારીઓને આદેશ આપવામાં આવેલ છે.સ
જે અંતર્ગત રાજકોટ શહેર-જિલ્લાની પ્રાથમિક -માધ્યમિક શાળાઓ પૈકીની કેટલી શાળાઓ પાસે ગ્રાઉન્ડની સુવિધા છે અને કેટલી શાળાઓ ગ્રાઉન્ડ વગરની છે તે અંગે સર્વે કામગીરી શરૂ કરાયેલ છે.
જેમાં જિલ્લામાં ત્રણથી ચાર જેટલી સરકારી પ્રાથમિક શાળા પાસે પણ ગ્રાઉન્ડ ન હોય આવી શાળાઓ માટે જમીન સંપાદન થાય તે માટે કાર્યવાહી કરવા પણ તાકીદ કરી દેવામાં આવેલ છે.
સુત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ-શહેર જિલ્લામાં શાળાઓના મેદાન અંગેની આ સર્વે કામગીરી બાદ આ અંગેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સુપ્રત કરાશે.


Related News

Loading...
Advertisement