જયેશ ઉપાધ્યાયનો કાલે જન્મદિન : સેવાકાર્યો સાથે ઉજવાશે

01 August 2020 05:47 PM
Rajkot
  • જયેશ ઉપાધ્યાયનો કાલે જન્મદિન : સેવાકાર્યો સાથે ઉજવાશે

બોલબાલા ચેરી. ટ્રસ્ટના પાયાના પથ્થર સમાન, સેવાના ભેખધારી

રાજકોટ તા. 1
બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાયનો જન્મદિવસ છે. સમગ્ર જીવન સમાજ સેવામાં અર્પિત કરનાર જયેશ ઉપાધ્યાયનો 46મો જન્મદિન સેવાના કાર્યો સાથે આવતીકાલ તા.2 ના ઉજવવામાં આવશે.

જયેશ ઉપાધ્યાય 21થી વધુ સમિતિઓ તથા 20થી વધુ સંસ્થાઓમાં નિસ્વાર્થ સેવા આપી રહયા છે. 365 દિવસ 24*7 સેવાને જીવનમંત્ર બનાવી માતા-પિતાના પગલે સેવાની કેડી કંડારી છે. રોટી બેંક, સ્વાવલંબન કેન્દ્ર, ટ્રાફિક ટ્રસ્ટ, અન્નક્ષેત્ર, મેડીકલ કેમ્પ સહિતની વિવિધ પ્રવૃતિઓ તેમના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.

જયેશ ઉપાધ્યાય દર વર્ષે પોતાનો જન્મદિન સેવા દિન તરીકે ઉજવીને સમાજને અનોખો રાહ બતાવ્યો છે. દર વખતે જયેશ ઉપાધ્યાય પોતાના જન્મદિને રકતદાન કેમ્પ યોજીને શિબિરનો પ્રારંભ પોતાના રકતદાનથી કરે છે.

તેમને કોરોના પોઝીટીવ આવતા સિનર્જી હોસ્પીટલમાં દાખલ થયા હતા અને મિત્રો, સ્નેહીઓની શુભેચ્છાઓ મળતા પોતાના ઘેર આવ્યા હતા. થોડા દિવસો ઘરમાં પસાર કરીને પાછા સેવાના કાર્યોમાં જોડાઇ ગયા. કોરોના બાદ પ્લાઝમા ડોનેશનના સંકલ્પ સાથે જન્મદિન ઉજવશે.

લોકડાઉનના સમયમાં તેમના માર્ગદર્શન હેઠળ ચાલતા રસોડામાં 20 લાખથી વધુ લોકોએ ભોજન લીધું વર્ડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયુ હતુ. આ બધા જ ગુણોથી પરીપુર્ણ એવા જયેશભાઇ ઉપાધ્યાયને અનેક એવોર્ડથી તેનું બહુમાન કરવામાં આવ્યુ છે. બહું જ નાની ઉંમરે જયેશભાઇને અનેક એવોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા છે. જે ખુબ જ આનંદની વાત કહી શકાય.

સુરક્ષા સેતુ, બ્રહ્મકુમારીઝ, સ્વામીનારાયણ સંપ્રદાય, વૃધ્ધાશ્રમો, વિકલાંગ સંસ્થાઓ સહીતની સંસ્થાના નિયમીત અને અનેક સેવા સંસ્થાઓ, ગૌ શાળાઓમાં નિશ્ર્વાર્થ ભાવે સેવા આપી રહયા છે. ટ્રસ્ટના સુનીલભાઇ, વિજયભાઇ પારેખ નીતીનભાઇ, જગદીશભાઇ દોંગા, અશોકભાઇ દવે, નરેશભાઇ ભટ્ટ, જયેશ સોરઠીયા, ડી.એમ. વાઘેલા, અતુલ સંઘવી, અરવીંદ નંદાણી, પ્રફુલ્લ દાવડા, જે.વી. શાહ, મંજુબેન, સુરભીબેન સહીતના આ યાદી જણાવે છે.


Related News

Loading...
Advertisement