અનલોક-2માં પોલીસે રૂા.1.49 કરોડનો દંડ વસુલ્યો

01 August 2020 05:46 PM
Rajkot Saurashtra
  • અનલોક-2માં પોલીસે રૂા.1.49 કરોડનો દંડ વસુલ્યો

જાહેરનામા ભંગના 1581, વાહન ડીટેઇનનાં 7062 તેમજ માસ્ક નહી પહેરનાર અને જાહેરમાં થૂંકતા 74,880 લોકો પોલીસની ઝપટે ચડયા

રાજકોટ તા.1
કોરોના મહામારી વચ્ચે અનલોક-2માં તા.1/7 થી 31/7 સુધી સરકાર દ્વારા ઘણી છુટછાટ આપવામાં આવેલ અને જે નિયમો મુજબ છુટછાટ આપેલ હોય જેથી લોકો પોતાના જાહેર જીવનમાં બેદરકારી દાખવે નહી માટે નિયમોનું ચુસ્ત પાલન કરાવવા પોલીસે મહત્વની કામગીરી કરી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત, પેટ્રોલીંગ કરવામાં આવેલ હતું. પોલીસે અનલોક-2ની કામગીરીમાં જાહેરનામા ભંગનાં કુલ 1581 કેસ, 7062 જેટલા વાહન ડીટેઇન તેમજ જાહેરમાં માસ્ક નહી પહેરવા તથા જાહેરમાં થૂંકવા બાબતે 74880 પાસેથી કુલ રૂા.1,49,76,000 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement