સોનીબજાર સેનીટાઈઝ કરાયા બાદ ફરી ખુલી સાંસદ અભય ભારદ્વાજે ભાગ લીધો: સન્માન

01 August 2020 05:45 PM
Rajkot Saurashtra
  • સોનીબજાર સેનીટાઈઝ કરાયા બાદ ફરી ખુલી સાંસદ અભય ભારદ્વાજે ભાગ લીધો: સન્માન
  • સોનીબજાર સેનીટાઈઝ કરાયા બાદ ફરી ખુલી સાંસદ અભય ભારદ્વાજે ભાગ લીધો: સન્માન
  • સોનીબજાર સેનીટાઈઝ કરાયા બાદ ફરી ખુલી સાંસદ અભય ભારદ્વાજે ભાગ લીધો: સન્માન

રાજકોટ તા.1
કોરોનાના વધતા સંક્રમણ સામે એક સપ્તાહ સુધી બંધના એલાન બાદ સોનીબજાર આજથી ફરી ખુલ્લી હતી. સમગ્ર માર્કેટ સેનીટાઈઝ કરવામાં આવી હતી. આ તકે રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઝવેરી સંગઠન દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિશ્વભરને ધ્રુજાવી રહેલી કોરોના મહામારીનું સંક્રમણ રાજકોટમાં પણ વધી ગયું છે. સોનીબજારના અમુક વેપારીઓ પણ ઝપટે ચડયા હતા. આ તકે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશને અત્યાર સુધી બંધ રાખવાનું નકકી કર્યું હતું જે સમય મર્યાદા પૂર્ણ થતા આજે સમગ્ર સોનીબજાર-પેલેસરોડ સેનીટાઈઝ કરવામાં આવ્યા હતા.

રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાએ જણાવ્યું હતું કે સવારે સેનીટાઈઝની કાર્યવાહી થયા બાદ બજાર ખોલવામાં આવી હતી. તમામ વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ તકે રાજયસભાનાં સાંસદ અભયભાઈ ભારદ્વાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વેપારીઓ, ગ્રાહકો તથા આમઆદમીની ખેવના કરીને બજારને સેનીટાઈઝ કરવાની કાર્યવાહીને બિરદાવી હતી. સાંસદ અભયભાઈ ભારદ્વાજ ખુદ સેનીટાઈઝ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. પ્રભુદાસ પારેખ, અશોક ઝીંઝુવાડીયા સહીતના હોદેદારો હાજર હતા. રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશન દ્વારા શ્રી ભારદ્વાજનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.


Related News

Loading...
Advertisement