રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાનો આજે જન્મદિન

01 August 2020 05:44 PM
Rajkot
  • રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાનો આજે જન્મદિન

રાજકોટ : જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેષભાઇ વોરાનો આજે જન્મદિવસ છે. તેઓએ પોતાના સેવામય જીવનના 42 વર્ષ પુર્ણ કરી 43માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. હિતેષભાઇએ પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆત શાપર ગ્રામ પંચાયતના સભ્ય પદે ચુંટાઇને કરી હતી. નાની ઉમરમાં જ તેઓ કોંગ્રેસના સૈનિક તરીકે સક્રિય કામગીરી કરતા આવ્યા છે. કોટડા સાંગાણી તાલુકા પંચાયતના સભ્ય અને પુર્વ કારોબારી ચેરમેન તરીકે સેવા આપી ચુકયા છે.સ રાજકીય ક્ષેત્ર સિવાય તેઓ સહકારી ક્ષેત્રમાં પણ સેવા આપી રહયા છે. કોટડા સાંગાણી માર્કેટીંગ યાર્ડ અને શાપર સેવા સહકારી મંડળીમાં ડીરેકટર તરીકે ચુંટાયા છે. તેમના જન્મદિવસ નિમિતે જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, પદાધિકારીઓ, મિત્રવર્તુળ તરફથી તેમના મો.નં. 99248 27276 ઉ5ર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.


Related News

Loading...
Advertisement