ટોચના ઝવેરી પોપ્યુલર જવેલર્સના વજુભાઈ તથા પત્નીને કોરોના

01 August 2020 05:42 PM
Rajkot Saurashtra
  • ટોચના ઝવેરી પોપ્યુલર જવેલર્સના વજુભાઈ તથા પત્નીને કોરોના

રાજકોટની સોબીજારમાં મોટુ નામ ધરાવતા અને જાણીતા ઝવેરી એવા પોપ્યુલર જવેલર્સવાળા વજુભાઈ આડેસરા તથા તેમના પત્નીને કોરોના થયાનું બહાર આવતા સોની વેપારીઓમાં ચિંતા ઉભી થઈ છે.

સોનીબજારના સૂત્રોએ કહ્યું છે કે પેલેસ રોડ, અક્ષરમાર્ગ સહીત ત્રણ-ચાર સ્થળોએ શોરૂમ ધરાવતા વજુભાઈ આડેસરાનો કોરોના થતા સમગ્ર સોનીબજારમાં ચિંતાની લાગણી ઉભી થઈ છે. તેઓ ત્રણ-ચાર દિવસથી ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

તબીયત સ્થિર હોવાનું સૂત્રોએ કહ્યું છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને જ સોનીબજાર સપ્તાહ બંધ રાખવાનું નકકી કરવામાં આવ્યું હતું. અઠવાડિયા પછી આજથી જ સોનીબજાર ખુલ્લી છે ત્યાં જાણીતા જવેલર્સ પરિવારમાં સંક્રમણની વાત બહાર આવતા નવો ફફડાટ સર્જાયો છે.


Related News

Loading...
Advertisement