અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે સંજય શ્રીવાસ્તવ; તોમરને વડોદરાનો ચાર્જ: ગેહલોત નવા આઈ.બી. ચીફ બન્યા

01 August 2020 05:39 PM
Ahmedabad Gujarat Rajkot
  • અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે સંજય શ્રીવાસ્તવ; તોમરને વડોદરાનો ચાર્જ: ગેહલોત નવા આઈ.બી. ચીફ બન્યા

રાજયના ત્રણ સીનીયર આઈપીએસ અધિકારીને નવી પોસ્ટીંગ: કેશવકુમારને એન્ટીકરપ્શનમાં જ સ્પે.ડીરેકટર તરીકે યથાવત રખાયા

રાજકોટ: ગુજરાતમાં નવા પોલીસ વડા તરીકે આશીષ ભાટીયાની પોલીસ વડા તરીકે નિયુક્તિ બાદ હવે અમદાવાદ-વડોદરાના પોલીસ કમિશ્નર પણ નિયુક્ત થયા છે. જેમાં અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે 1987 બેચના આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવની નિયુક્તિ કરવામાં આવી છે.

શ્રીવાસ્તવ હાલ સીઆઈડીમાં ડીજીપી તરીકે ફરજ બજાવે છે. તેઓને અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ અગાઉ અમદાવાદના ઝોન 1-2-3 અને પાંચમાં ડીસીપી તરીકે ફરજ બજાવી ગયા છે તથા જોઈન્ટ સીપી હેડકવાટર તરીકે પણ કામ કરી ગયા છે. તેઓને હાલ હવે અમદાવાદનો હવાલો સોંપાયો છે તો 1984 બેચના આઈપીએસ અધિકારી અજય તોમરને વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કરાયા છે.

તોમર હાલ અમદાવાદમાં સ્પે.ડીરેકટર (ક્રાઈમ)માં ફરજ બજાવે છે. શ્રી તોમર અગાઉ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડમાં ફરજ બજાવી ગયા છે. જો કે વડોદરામાં તેઓ ‘નવા’ છે તો હાલ વડોદરાના પોલીસ કમિશ્ર્નર તરીકે ફરજ બજાવતા અને રાજકોમાં પોલીસ કમિશ્નર તરીકે રહી ચૂકેલા શ્રી અનુપમસિંગ ગેહલોટ ને ઈન્ટેલીજન્સ વિભાગના વડા 1989 બેચના આઈપીએસ અધિકારી ગેહલોટ અગાઉ એક તબકકે કેમ્પમાં ઈન્ટેલીજન્સમાં જ ડેપ્યુટેશન પર નિયુક્ત થવા માટે પસંદ થયા હતા પણ રાજય સરકારે તેમને હાલ ગુજરાતમાં જ સેવા આપવા માટે પસંદ કરાયા છે.

આમ ત્રણ ટોચના પોલીસ અધિકારીઓને પોષ્ટીંગ અપાયું છે. અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે હાલ એન્ટી કરપ્શન બ્યુરોમાં સ્પે. ડીરેકટરની ફરજ બજાવતા કેશવકુમારનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ સરકારે તેમને ડિસ્ટર્બ કર્યા નથી.


Related News

Loading...
Advertisement