રામમંદિર ભૂમિપૂજન પાંચ માતૃ-કન્યાના હસ્તે જ થઈ શકે: મોરારીબાપુનો વિડીયો વાયરલ

01 August 2020 05:22 PM
India Ram mandir-Ayodhya verdict
  • રામમંદિર ભૂમિપૂજન પાંચ માતૃ-કન્યાના હસ્તે જ થઈ શકે: મોરારીબાપુનો વિડીયો વાયરલ

અયોધ્યામાં ભૂમિપૂજન સમયે જ નવો વિવાદ છેડાયો: બાપુની 2019 નડીયાદ કથાનો વિડીયો વાયરલ થતા ચર્ચા: રામમંદિર-ભૂમિપૂજનમાં બાપુને બાકાત રખાતા ભકતોમાં રોષ: બાપુએ મંદિર નિર્માણમાં ખુદના સહિત અત્યાર સુધીમાં રૂા.18 કરોડ એકત્ર કર્યા છે: અનેક સંતોને આમંત્રણ પણ બાપુને કેમ નહી!

રાજકોટ: આગામી તા.5ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન થઈ રહ્યું છે અને અયોધ્યા જ નહી દેશભરમાં તે અંગેનો જબરો ઉત્સાહ છે તે સમયે ગુજરાતના જાણીતા રામાયણી સંત તથા કથાકાર મોરારીબાપુનો એક વિહીયો વાયરલ થયો છે.

જેમાં રામમંદિર ભૂમિપૂજન- શિલાન્યાસ પાંચ માતૃ શરીર એટલે કે કીશોરીઓના હાથે થવું જોઈએ. તેવા વિધાનો કરતા બાપુને દર્શાવાયા છે. મોરારીબાપુની એક કથાનો આ વિડીયો છે. જેમાં તેઓએ રામમંદિર, શિલાન્યાસ ભૂમિ પૂજન અંગે બોલતા કહ્યું કે આ અધિકાર પાંચ માતૃ કન્યા છે. જેમાં અહલ્યા જે ભગવાન શ્રીરામને સાથેની શિલામાંથી પૂર્ણ ફરી બની ગયા હતા.

ઉપરાંત શબરી જેના એઠા બોર ભગવાને આરોગ્યા હતા તે ઉપરાંત હરિશ્ચંદ્રના ધર્મપત્ની તારામતી પાંચ પાંડવના પત્ની દ્રોપદી અને રાવણના પત્ની મંદોદરીનું નામ લીધુ હતું. અને તેના પ્રતિક રૂપે પાંચ માતૃ શરીર જે માતા બનવાની ક્ષમતા ધરાવે છે તેવી કન્યાઓના હસ્તેજ ભૂમિપૂજન શિલાન્યાસ થવો જોઈએ તેવા વિધાનનો વિડીયો રામમંદિર-ભૂમિપૂજને થતા જ ચર્ચા જગાવી છે.

આ કથા વિડીયો વાસ્તવમાં ફેબ્રુ 2019માં બાપુએ નડીયાદમાં કથા કરી હતી તે સમયનો છે. પણ હાલમાં રામમંદિર ભૂમિપૂજન સમયે વાયરલ થયો તે સૂચક છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભૂમિપૂજનમાં ગુજરાતના સાત સંતોને આમંત્રીત કરાયા છે પણ મોરારીબાપુ જેવો રામાયણી છે તેઓને જ બાકાત રખાતા બાપુના લાખો અનુયાયીઓમાં રોષ છે. બાપુએ રામમંદિર નિર્માણમાં ખુદના રૂા.5 લાખના યોગદાન સાથે થોડા જ દિવસમાં રૂા.18 કરોડના ભંડોળ એકત્ર થયુ છે અને તે મંદિર નિર્મારમાં અપાશે.

આમ મંદિર નિર્માણમાં પણ યોગદાન આપનાર બાપુને જ ભૂમિપૂજનમાં બાકાત રખાયા તેથી ભકતોમાં રોષ છે અને તેના પડઘા પડે તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement