ગેહલોટના કિલ્લામાં ગાબડું પડયાનો સંકેત: 7 યુવાનો, પાંચ ધારાસભ્યો જેસલમેર ન પહોંચ્યા

01 August 2020 04:56 PM
India
  • ગેહલોટના કિલ્લામાં ગાબડું પડયાનો સંકેત: 7 યુવાનો, પાંચ ધારાસભ્યો જેસલમેર ન પહોંચ્યા

જયપુર તા.1
રાજસ્થાનમાં ગત મહિનાથી ચાલતા રાજકીય ખેલના એક નવા એપીસોડનો પ્રારંભ થયો છે. આ એપીસોડનું કેન્દ્ર હવે પાકીસ્તાનની સરહદને અડીને આવેલું જેસલમેર બન્યું છે. મુખ્યપ્રધાન અશોક ગેહલોટે પોતાના વફાદાર ધારાસભ્યોનું હરણ થતું અટકાવવા તેમને રાજધાનીની ફેરમાઉન્ટ હોટેલમાંથી વિશેષ વિમાનો દ્વારા ઐતિહાસિક સૂર્યનગરી ખસેડયા છે.

ધારાસભ્યોના સ્થળાંતર દરમિયાન ગેહલોટ છાવણીની મુઠ્ઠી ખુલ્લી ગઈ છે. અહેવાલો મુજબ જેસલમેરની હોટેલ સૂર્યગઢમાં ખસેડવામાં આવેલા ધારાસભ્યોમાં ગેહલોટના 7 યુવાનો અને પાંચ ધારાસભ્યો નથી, જો કે શાસક કોંગ્રેસે દાવો કર્યો છે કે લોકો આજે જેસલમેર પહોંચશે. લાપતા મનાતા યુવાનોમાં પ્રતાપસિંહ, રઘુ શર્મા, અશોક ચાંદના, લાલચંદ કટારીયા, ઉદયલાલ અને ધારાસભ્યો જગદીશ જાંગીડ, અમીત ચાવાણ, પરસરામ મોરવિયા, બાબુલાલ બૈબા, બલવાન પુનિયા સામેલ છે.

અહેવાલો મુજબ આ ધારાસભ્યોને જેસલમેર લઈ જવા ત્રણ વિમાન ભાડે રાખવામાં આવ્યા છે. એમાંથી એકમાં તકનીકી ખામીના કારણે 2 ધારાસભ્યો રહી ગયા હતા, જયારે તેમનો સામાન વિમાનમાં પહેલા જ પહોંચી ગયો હતો. એ ઉપરાંત મુખ્ય દંડક અને 6 યુવાનો જયપુર રોકાયા છે. બીમારીના કારણે 3 ધારાસભ્યો જઈ શકયા નહોતા.


Related News

Loading...
Advertisement