દેશમાં ક્રુડની આયાતમાં મોટો ઘટાડો: અર્થતંત્રમાં મંદીના સંકેત

01 August 2020 04:56 PM
India
  • દેશમાં ક્રુડની આયાતમાં મોટો ઘટાડો: અર્થતંત્રમાં મંદીના સંકેત

દેશમાં માંગ પુર્વવત થતા લાંબો સમય લાગશે

નવી દિલ્હી તા.1
ભારતની જૂનમાં ક્રુડ ઓઈલની આયાત ફેબ્રુઆરી 2015 પછી છેક તળીયે રહી છે. એ સામે વાર્ષિક રિફાઈન્ડ પ્રોડકટની નિકાસ એક વર્ષમાં પહેલીવાર ઘટી છે.

ગત મહીને ક્રુડ ઓઈલની આયાત આગલા વર્ષની તુલનાએ 19% ઘટી 13.68 મિલિયન ટન થઈ હતી. સતત ત્રીજા મહીને ક્રુડની આયાત ઘટી હોવાનું પેટ્રોલીયમ મંત્રાલયે જાહેર કર્યું છે.

એનાલિસ્ટોના મતે દેશમાં ક્રુડની માંગ સંપૂર્ણપણે રિકવર ન થઈ શકવાના કારણે આયાત ઘટી છે. એટલું જ નહીં, ઓઈલની આયાતમાં જોરદાર વધતા લાંબો સમય લાગશે.

વર્ષની શરુઆતમાં ક્રુડની ભારે આયાત થતાં ટાંકા હજુ ભરેલા છે, અને એ કારણે વધુ ક્રુડ આયાત કરવાની જરૂરિયાત ઓછી થાય છે.


Related News

Loading...
Advertisement