રામમંદિર નિર્માણને કોંગ્રેસનો ટેકો

01 August 2020 04:54 PM
India
  • રામમંદિર નિર્માણને કોંગ્રેસનો ટેકો

સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું પાલન છે: પક્ષના નેતાઓને આમંત્રણ નહી હોવા મુદે ટ્રસ્ટીઓના અધિકારને આગળ ધર્યા : મંદિર નિર્માણ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ: આરએસએસ

નવી દિલ્હી: આગામી તા.5ના રોજ અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટેના ભૂમિપૂજન પુર્વ કોંગ્રેસ પક્ષે રામમંદિર નિર્માણને પૂર્ણ ટેકો આપીને પક્ષે પોતાના વલણને અત્યંત સ્પષ્ટ કરી દીધુ છે તો બીજી તરફ મંદિરના ભૂમિપૂજનમાં કોંગ્રેસના કોઈ નેતાઓને આમંત્રણ નથી તેવા એક પ્રશ્નના જવાબ ઉડાવી દેતા કહ્યું કે આ મંદિરના ટ્રસ્ટી બોર્ડનો અધિકાર છે.

કોંગ્રેસના પ્રવકતા જયવીર શેરગીલે પત્રકારો સાથેની વાતચતમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કાર્ય શરૂ થયુ છે અને અમે કોંગ્રેસ પક્ષ તેને પૂર્ણ હૃદયથી આવકારે છે. ભૂમિપૂજનમાં ભાગીદારી મુદે પ્રવકતાએ કહ્યું કે કોરોના સંક્રમણને ખ્યાલમાં લેતા, ઉપરાંત જે પ્રોટોકોલ છે તે ઉપરાંત ભૂમિપૂજનમાં કોને આમંત્રણ આપવું તે પૂર્ણ રીતે ટ્રસ્ટી બોર્ડનો અધિકાર છે અમો તેમાં કોઈ પ્રશ્ન ઉઠાવવા માંગતા નથી.

કોંગ્રેસના સિનીયર નેતા તથા મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી શ્રી કમલનાથે પણ અયોધ્યામાં મંદિર નિર્માણને આવકાર આપતા કહ્યું કે દેશ તો બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મંદિર નિર્માણને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તરીકે ગણાવ્યા છે. સંઘે મંદિર નિર્માણમાં જે વિરોધી સૂર અને ધર્મ નિરપેક્ષતાનો હવાલો આપે છે તેની ટીકા કરતા કહ્યું કે આ ફકત એક ધાર્મિક મહોત્સવ નથી. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જેઓ વિરોધ કરે છે તેમાં ધર્મનિરપેક્ષતાનો અર્થ સમજી શકયા નથી.

લાંબા સમયથી ભવ્ય રામમંદિરના નિર્માણની પ્રતિક્ષા કરતો હતો અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાથી મંદિર નિર્માણ શકય બન્યું છે. મંદિર નિર્માણથી રામ અને રોટીનો સિદ્ધાંત કાયમી પ્રસ્થાપીત થશે.


Related News

Loading...
Advertisement