ગુજરાતમાં વિમાન માર્ગે આવતા મુસાફરો માટે 14 દિવસ ‘સેલ્ફ’ મોનીટરીંગ ફરજીયાત

01 August 2020 04:53 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતમાં વિમાન માર્ગે આવતા મુસાફરો માટે 14 દિવસ ‘સેલ્ફ’ મોનીટરીંગ ફરજીયાત

વિદેશી મુસાફરોને સાત દિવસ ઈન્સ્ટીટયુશનલ તથા સાત દિવસ હોમ કવોરન્ટાઈન થવુ પડશે: ગાઈડ જારી

અમદાવાદ તા.1
દેશમાં અને દુનિયામાં કોરોના મહામારીએ કહેર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં લેન્ડ થયા બાદ ઈન્ટરનેશનલ પ્રવાસીઓએ 7 દિવસ ઈન્સ્ટીટયુટ અને 7 દિવસ હોમ કવોરન્ટાઈન થવુ પડશે.

આ અંગેની વિગત એવી છે કે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ ગુજરાત આવતા ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ પ્રવાસીઓ માટ 7 દિવસ સુધી ઈન્સ્ટીટયુનલ કવોરન્ટાઈન અને 7 દિવસ માટે હોમ કવોરન્ટાઈન થવુ પડશે.

આ ઉપરાંત વિમાનમાં આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ પર થર્મલ ચેકીંગ કરવામાં આવશે જેમાં ડોમેસ્ટીક પેસેન્જરમાં લક્ષણો નહિં હોય તો તેને પણ સળંગ 14 દિવસ સુધી જાતે જ પોતાના હેલ્થની ચકાસણી કરવી પડશે.

પ્રવાસીઓએ આરોગ્ય સેતુ એપ ફરજીયાત ડાઉન લોડ કરવી પડશે. આ દરમ્યાન સતત હેલ્થ ચેકીંગ પણ કરાવવાનું રહેશે. વધુમાં ઘરેલુ મુસાફરો માટે પેસેન્જર્સે 2 કલાક વહેલા એરપોર્ટે પહોંચી જવુ. સ્ક્રીનીંગ કર્યા બાદ એરપોર્ટ પર પ્રવેશ આરોગ્ય સેતુમાં ગ્રીન સીગ્નલ નહિં દેખાડે તો એન્ટ્રી નહિં વગેરે નિયમોનું પાલન કરવુ
પડશે.


Related News

Loading...
Advertisement