રાજકોટ કેન્સર હોસ્પીટલ 16મી સુધી બંધ: 6 નર્સને કોરોના

01 August 2020 04:52 PM
Rajkot Saurashtra
  • રાજકોટ કેન્સર હોસ્પીટલ 16મી સુધી બંધ: 6 નર્સને કોરોના

કોરોના યોદ્ધા જ સંક્રમિત થતા રાજકોટમાં સર્વપ્રથમ હોસ્પીટલ બંધ કરવાની ફરજ પડી : બે દિવસમાં છ નર્સને પોઝીટીવ રિપોર્ટ, હોસ્પીટલમાં દાખલ દર્દીઓને શિફટ કરાશે: નર્સ સહિત 25 કર્મચારીઓના સેમ્પલ લેવાયા

રાજકોટ તા.1
રાજકોટમાં વધતા કોરોનાના કહેર વચ્ચે કેન્સર હોસ્પીટલના 9 નર્સ સ્ટાફને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા ખળભળાટ સર્જાયો છે. જેને પગલે 15 દિવસ સુધી હોસ્પીટલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હોસ્પીટલમાં દાખલ દર્દીઓ તથા સારવાર માટે આવતા અન્યો માટે કોઈ જોખમ ન સર્જાય તે માટે 16મી સુધી કેન્સર હોસ્પીટલ બંધ રાખવાનું નકકી કરવામાં આવ્યું છે. રાજકોટમાં કોરોનાના કારણે કોઈપણ હોસ્પીટલ બંધ કરવી પડી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

કોરોના સામે હાલ ડોકટરો એ બાથ ભીડી છે. દિવસ રાત દર્દીઓની સારવાર કરી તેઓને બચાવી રહ્યા છે. પરંતુ આ લડતમાંથી ખુદ નર્સ અને ડોકટર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે ત્યારબાદ 6 ડોકટરો અને નર્સનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. નિર્મલારોડ પર આવેલ નાથાલાલ પારેખ કેન્સર હોસ્પીટલના કુલ 6 લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે.

નાથાલાલ પારેખ કેન્સર હોસ્પીટલમાં કેન્સરના દર્દીઓની સારવાર છેલ્લા ઘણા વર્ષોથીકરે છે. ગઈકાલે ત્રણ સ્ટાફના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજે ફરી 6 લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે. બે દિવસમાં કુલ 6 લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો. ડોકયર અને નર્સનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આખુ બિલ્ડીંગ સેનેટાઈઝ કરવામાં આવ્યું.

અન્ય ડોકટર અને નર્સ સ્ટાફ કવોરન્ટાઈન કરવામાં આવ્યા. આ સાથે આજથી તા.16 ઓગષ્ટ સુધી હોસ્પીટલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે વધુ વિગત આપતા ડો. ગુપ્તાએ જણાવ્યું કે આજે 6 લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ લોકોને સાંજ સુધીમાં રાજકોટની કોવિડ હોસ્પીટલમાં શીફટ કરવામાં આવશે.

આ ઉપરાંત 16 ઓગષ્ટ સુધી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પીટલ બંધ રહેશે. તા.17 ઓગષ્ટે ખુલશે અને સારવાર મળશે. તા.17 ઓગષ્ટ પહેલાં કોઈ પર કેન્સરના દર્દીઓએ હોસ્પીટલની મુલાકાત ન લેવા યાદીમાં જણાવ્યું છે. હજુ 25 લોકોના રીપોર્ટ આવવાના બાકી સાંજ સુધીમાં તેઓના રીપોર્ટનીજાણકારી આપશે.


Related News

Loading...
Advertisement