ડોકટર ડેથ! 100 લોકોના મર્ડર કરી લાશો મગરમચ્છને ખવડાવી દીધી

01 August 2020 04:51 PM
India
  • ડોકટર ડેથ! 100 લોકોના મર્ડર કરી લાશો મગરમચ્છને ખવડાવી દીધી

રાજસ્થાનમાં આયુર્વેદીક કલીનીક શરૂ કરનાર ડો. દેવેન્દ્ર શર્માએ તબીબી વ્યવસાય છોડીને બોગસ ગેસ એજન્સી, કીડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટ, લુંટ, સિરિયલ કિલીંગના ગોરખધંધા કર્યા : આ તે કરિશ્મા કે શેતાન?

નવી દિલ્હી તા.1
ડોકટરને ફરીશ્તાનો દરજજો અપાયો છે. કારણ કે તે દર્દીને મોતના મુખમાંથી બચાવે છે પરંતુ તમે કોઈ એવા ડોકટર વિષે સાંભળ્યું છે. તેણે લોકોને બીમારીથી બચાવવાનું તો ઠીક પણ રાક્ષસ પણ શરમાઈ જાય એટલી હદે 100 લોકોને મારી નાખ્યા હોય અને તેની લાશો મગરમચ્છને ખવડાવી દીધી હોય, જીહા, આવા એક સીરીયલ કિલર ડોકટર દેવેન્દ્ર શર્માએ માત્ર તબીબી વ્યવસાય જ નહીં પણ માનવતાને કલંક લગાડયું છે.

રાજસ્થાનમાં જયપુરમાં ડોકટરી કરતા હતા આ ડોકટર કેવી રીતે કાતિલ બની ગયો હતો તેની કહાની ખોફનાક છે. કિડની રેકેટ, બોગસ ગેસ એજન્સી અને ચોરાઉ કારની ડીલીંગ બધા ગેરકાનૂની ધંધા દરમિયાન આ ડોકટરે 100 વધુ લોકોના જીવ લીધા હતા. ડોકટર શર્માએ એવી પણ ચોંકાવનારી કબુલાત કરી હતી કે 50 મર્ડર કર્યા બાદ તેણે કેટલા ખૂન કર્યા તે પણ ભુલી ગયો હતો, હવે તેણે કબુલ કર્યુ છે કે તે 100 વધુ લોકોના જીવ લઈ ચૂકયો છે. ચોંકાવનારી હકીકત એ છે કે જેમાંથી તેણે ખૂન કર્યા બાદ લાશો મોટેભાગે યુપીની એક નહેરમાં મોજૂદ મગરમચ્છોને ખખડાવી દીધી છે.

આ ડોકટરને તાજેતરમાં દિલ્હીથી પકડાયો હતો. તે કિડનીના કેસમાં છેલ્લા 16 વર્ષથી જેલમાં સજા કાપી રહ્યો હતો. તે પેરોલ પર હતા. 20 દિવસ બાદ તેણે પાછા જેલમાં ફરવાનું હતું, પરંતુ તે અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો, પરંતુ તે પકડાઈ ગયા બાદ તેના કાળા કારનામા ખુલી રહ્યા છે જે મુજબ 1984માં દેવેન્દ્ર શર્માએ આયુર્વેદીક મેડીસીનમાં પોતાનું ગ્રેજયુએશન પુરુ કરીને રાજસ્થાનમાં કલીનીક ખોલ્યું હતું.

ત્યારબાદ તેણે 1994માં તેણે ગેસ એજન્સીમાં 11 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું પણ કંપની અચાનક ગાયબ થઈ ગઈ હતી જેથી નુકશાન થતા તેણે 1995માં બોગસ ગેસ એજન્સી ખોલી હતી. શર્માએ એક ગેંગ બનાવી હતી જે એલપીજી ગેસ સીલીન્ડર લઈને જતી ટ્રકોને લુંટતી હતી. આ માટે તે લોકો ડ્રાઈવરને મારી નાખતા હતા. આ દરમિયાન આ ડોકટરની ગેંગે 24 મર્ડર કરેલા.

બાદમાં ડો. દેવેન્દ્ર શર્મા કિડની ટ્રાન્સપ્લાન્ટ ટોળકીના કૌભાંડમાં સામેલ થયા હતા. તેણે 7 લાખ પ્રતિ ટ્રાન્સપ્લાન્ટના હિસાબે 125 ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હતા. આટલાથી પુરું ન થતાં ડોકટરે કેબ ડ્રાઈવરને લુંટીને ડ્રાઈવરને મારી નાખીને તેની લાશ નહેરમાં ફેંકી દેતો હતો અને કેબને યુઝડ કાર બતાવી વેચી મારતા હતા.

ડોકટર શર્મા વર્ષ 2004માં પકડાઈ ગયો હતો અને 16 વર્ષ જયપુરની જેલની હવા ખાધી હતી. બાદમાં તેના સારા વર્તન (!)ને ધ્યાને લઈ જાન્યુઆરી 2020માં 20 દિવસની પેરોલ મળી હતી પરંતુ તે બાદમાં પાછો નહોતો ફર્યો તે દિલ્હીમાં મોહન ગાર્ડનમાં છુપાઈને રહેતો હતો ત્યાં એક બીઝનેસમેનને ચૂનો લગાડવાનો હતો. પરંતુ પોલીસને ગંધ આવી જતા આખરે તે પકડાઈ ગયો હતો.


Related News

Loading...
Advertisement