કોરોના કટોકટીમાં પણ મેડીકલ વેસ્ટનો નિકાલ આડેધડ: સફાઈકર્મીઓને ઈન્ફેકશનનું જોખમ

01 August 2020 04:46 PM
India
  • કોરોના કટોકટીમાં પણ મેડીકલ વેસ્ટનો નિકાલ આડેધડ: સફાઈકર્મીઓને ઈન્ફેકશનનું જોખમ

ઉપયોગમાં લેવાયેલા માસ્કનો નિકાલ નિયમ મુજબ કરાતો નથી

નવી દિલ્હી તા.1
કોવિડ 19 મહામારીની શરુઆત થઈ ત્યારથી સરકારો અને હેલ્થકેર સંસ્થાઓએ લોકોને પર્સનલ પ્રોટેકટીવ ઈકવીપમેન્ટ અને એપરલના ઉપયોગ બાબતે શિક્ષિત કરવા ધ્યાન આપ્યું હતું. આ પાછળનો હેતુ ચેક રોકવાનો હતો. પરંતુ સતાવાળાઓની નજરમાંથી બાયોમેડીકલ વેસ્ટના સલામત નિકાલની બાબત છટકી ગઈ હતી. ઉપયોગમાં લેવાયેલા પીપીઈના આડેધડ નિકાલનો મુદો બોમ્બે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીરૂપે પ્રકાશમાં આવ્યો છે.

આ અરજીમાં આક્ષેપ કરાયો છે કે પ્રદૂષિત બાયોમેડીકલ વેસ્ટ સ્થાનિક ડમ્પીંગ ગ્રાઉન્ડ ખાતે ઠાલવવામાં આવે છે, અને એ કારણે આજુબાજુના વિસ્તારોમાં પ્રદૂષણ ચેપનું જોખમ વધે છે. આ ચિંતા પાયાવિહોણી નથી. દેશના જુદા જુદા ભાગોમાં જોખમી વેસ્ટના નિકાલની ફરિયાદો આવી રહી છે.

ઓડીશા અને તામીલનાડુમાં વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસીલીટી વધારાના બોજ અને સ્ટાફ સંસાધનોની અછત સામે ઝઝૂમી રહ્યા છે. ગુજરાત દરરોજ 11.7 મેટ્રીક ટન બાયોવેસ્ટ પેદા કરી રહ્યું છે. આ મામલે મહારાષ્ટ્ર પછી ગુજરાતનો નંબર બીજો છે. કોવિડ 19 કેસના બોજને કારણે આમ બન્યું છે. બાયોવેસ્ટના નિકાલમાં સલામતી ધોરણોના ભંગના પરિણામે જોઈ શકાય છે.

મુંબઈમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા 102 સફાઈ કામદારોમાંથી 2જી બાયોમેડીકલ વેસ્ટ કલેકશનની કામગીરી કરતા વિભાગના હતા. વાત માત્ર મૃત્યુદરની નથી. પ્રદૂષિત મેડીકલ ઈકિવપમેન્ટ સામે એકસપોઝરથી કચરો એકત્ર કરનારા કામદારોમાં ઈન્ફેકશનનું જોખમ વધે છે, અને તે વાયરસના વાહક પણ બની શકે છે.

મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટમાં ઈન્ફ્રાસ્ટ્રકચરલ ખામીઓ યુદ્ધના ધોરરે દૂર કરવી જોઈએ. રિસાઈકલીંગ અને સેગ્રીગેશન ફેસીલીટી વધારવા, ઈકોફ્રેન્ડલી ભઠ્ઠીઓ અને વાહનો ખરીદવા વધુ ફંડ ફાળવવાની જરૂર છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નિકાલ કરતા પહેલાં વપરાયેલા પીપીઈને 72 કલાક કાગળની કોથળીમાં રાખવા સલાહ આપે છે. મોબાઈલ એપ દ્વારા નાગરિકો સામે સંપર્ક અને વેસ્ટ મેનેજમેન્ટનું મોનીટરીંગ એક વિકલ્પ હોય શકે.


Related News

Loading...
Advertisement