અડવાણી-મુરલી મનોહર જોષી રામમંદિર ભૂમિપૂજનમાં હાજર નહી રહે!

01 August 2020 04:42 PM
India Ram mandir-Ayodhya verdict
  • અડવાણી-મુરલી મનોહર જોષી રામમંદિર ભૂમિપૂજનમાં હાજર નહી રહે!

મંદિરની અવગણના એ પાયાના પત્થર જેવા મહાનુભાવો: કોરોના પ્રોટોકોલ આગળ ધરશે: ટાઈમ્સનો રીપોર્ટ: ઝેડ પ્લસ સિકયોરીટી ધરાવતા બન્ને નેતાઓના કાર્યક્રમ બન્યા જ નથી: ફકત મોદી-અમિત શાહ- ભાગવત જાણીતા ચહેરા

નવી દિલ્હી: અયોધ્યામાં તા.5ના રોજ રામમંદિરના ભૂમિપૂજનમાં મંદિર ચળવળના મુખ્ય ચહેરા લાલકૃષ્ણ અડવાણી તથા મુરલી મનોહર જોષી ઉપસ્થિત રહેશે નહી. અડવાણીએ જ સોમનાથથી અયોધ્યાની યાત્રા યોજી હતી. જેના કારણે રામમંદિર વિવાદ દેશના કેન્દ્રમાં આવી ગયો હતો અને બાદની કાર સેવામાં બાબરી મસ્જીદનો ધ્વંશ થયો હતો.

જે બદલ આ બન્ને નેતાઓ અને ભાજપ-વિહિપ-બજરંગ દળના અનેક નેતાઓ સામે બાબરી મસ્જીદ ધ્વંશનો કેસ પણ થયો છે. જેની સુનાવણી હાલમાં જ ચાલુ થઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તા.5ના કાર્યક્રમમાં કોર્પોરેટ અગ્રણી કે એન.આર.આઈ. પણ હાજર નહી હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આર.એસ.એસ.ના વડા ભાગવત મુખ્ય જાણીતા ચહેરા હશે.

ઉપરાંત નૃત્યગોપાલદાસ અને અન્ય ટ્રસ્ટીઓ સામેલ છે અને દેશભરમાં સાધુસંતોને બોલાવ્યા છે. વડાપ્રધાન હવાઈદળના ખાસ વિમાનમાં લખનૌ જશે અને ભાવી હેલીકોપ્ટરમાં અયોધ્યા પહોંચશે. જયારે અન્ય મહાનુભાવો અલગ પહોંચશે. વડાપ્રધાન હનુમાનગઢી મંદિરે દર્શન કરીને પછી ભૂમિપૂજન માટે પહોંચશે અને અહી પુરા ત્રણ કલાકનો કાર્યક્રમ છે. મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ સતત તમામ તૈયારી પર નજર રાખી રહ્યા છે.


Related News

Loading...
Advertisement