સાઉદી અર્માકોને પાછળ રાખી એપલ બની વિશ્વની સૌથી મોટી કંપની

01 August 2020 04:21 PM
India World
  • સાઉદી અર્માકોને પાછળ રાખી એપલ બની વિશ્વની સૌથી મોટી કંપની

બ્લોકબસ્ટર કવાર્ટરલી પરિણામો પછી શેર 10 વધ્યો: માર્કેટ કેપ 1.82 લાખ કરોડ ડોલર

ન્યુયોર્ક તા.1
જોરદાર કવાર્ટરલી પરિણામોના પગલે એપલ ઈનકોર્પોરેશનના શેરનો ભાવ શુક્રવારે રેકોર્ડ 10% ઉછળતાં તે સાઉદી અરામકોને પાછળ રાખી વિશ્વની સૌથી મોટી મુલ્યવાન લિસ્ટેડ કંપની બની છે.

એપલનો શેર સત્રના અંતે 425.04 ડોલરના ભાવે બંધ રહેતાં તેનું માર્કેટ કેપીટલાઈઝેશન 1.82 લાખ કરોડ ડોલર થયું હતું. 13 માર્ચે એક જ દિવસમાં 172 અબજ ડોલર માર્કેટ કેપીટલાઈઝેશન વધ્યું એ પછી એપલે ગઈકાલે ટકાવારી ફાયદો નોંધાવ્યો હતો.

ગત વર્ષે જાહેર કંપની વતી એ પછી સાઉદી અરમાકો સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની હતી, બજાર છેલ્લે બંધ રહી ત્યારે તેનું માર્કેટ કેપીટલાઈઝેશન 1760 લાખ કરોડ ડોલર હતું.


Related News

Loading...
Advertisement