રાજકોટ-જૂનાગઢ-ધોરાજી-માંગરોળમાંથી રૂા.100 કરોડથી વધુનું બોગસ બિલીંગ ઝડપાયુ

01 August 2020 04:19 PM
Junagadh Rajkot Saurashtra
  • રાજકોટ-જૂનાગઢ-ધોરાજી-માંગરોળમાંથી રૂા.100 કરોડથી વધુનું બોગસ બિલીંગ ઝડપાયુ

25-પૈકી 14 પેઢીઓમાંથી બોગસ વ્યવહારો પકડાયા : થોક બંધ હિસાબી સાહિત્ય જપ્ત કરાયુ

રાજકોટ તા. 1
ચાલુ સપ્તાહ દરમ્યાન રાજયની સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગની રપ ટુકડીઓએ રાજકોટ, ધોરાજી, જુનાગઢ અને માંગરોળ ખાતે આવેલ સિંગદાણાનાં 25 વેપારીઓને ત્યા બોગસ બિલીંગ અંગ દરોડા પાડી તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો.

આ રપ પૈકી 14 પેઢીઓમાંથી રૂ.100 કરોડથી વધુનાં બોગસ બિલીંગનાં વ્યવહારો હાથ લાગ્યાનું જીએસટીનાં સુત્રોએ જણાવેલ છે. સ્ટેટ એન્ફોર્સમેન્ટ વિંગનાં અધિકારી સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ જે 14 પેઢીઓમાંથી બોગસ બિલીંગનાં વ્યવહારો પકડાયા છે. તેમાં ધોરાજીની શ્રી નાથજી એન્ટરપ્રાઇઝ, મારૂતી ટ્રેડીંગ કાું., રઘુવીર ટ્રેડીંગ કાું, શ્રી ગણેશ એન્ટરપ્રાઇઝ રાજકોટ, તિર્થ ટ્રેડીંગ કાું. જુનાગઢ, રોયલ એન્ટરપ્રાઇઝ ધોરાજી, તથા જલારામ ટ્રેડીંગ કાું. જુનાગઢ, સ્વરાજ એગ્રી જુનાગઢ, કૃષ્ણા ટ્રેડીંગ કાું. ધોરાજી, દુર્ગા ટ્રેડીંગ કાું. માંગરોળ અને ઘનશ્યામ અરજણદાસ જુનાગઢ, કાજલ એન્ટરપ્રાઇઝ જુનાગઢ, સદગુરૂ એન્ટરપ્રાઇઝ જુનાગઢ, જશ્મીન ટ્રેડીંગ કાું. જુનાગઢનો સમાવેશ થાય છે.

વધુમાં જીએસટીનાં સુત્રોનાં જણાવ્યા મુજબ હજુ 14 પેઢીઓમાં તપાસનો ધમધમાટ ચાલુ છે અને આ તપાસ દરમ્યાન સંખ્યાબંધ હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલ છે. આ તપાસોનાં અંતે હજુ પણ મોટી રકમનાં બોગસ વ્યવહારો અને કરચોરી ખુલે તેવી સંભાવના છે.


Related News

Loading...
Advertisement