કોરોના એટલો ચેપી છે કે તે કયારેય જવાનો નથી: ટ્રમ્પના સલાહકાર ફૌસી

01 August 2020 04:18 PM
India World
  • કોરોના એટલો ચેપી છે કે તે કયારેય જવાનો નથી: ટ્રમ્પના સલાહકાર ફૌસી

નેતાઓ, વૈજ્ઞાનિકોના પ્રયાસથી વાયરસ નિમ્ન સ્તરે લાવી શકાય તે શકય છે

વોશિંગ્ટન તા.1
વ્હાઈટ હાઉસના કોરોના વાયરસ સલાહકાર ડો. એન્થોની ફોસીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ એટલો ચેપી છે કે તે કયારેય સંપૂર્ણપણે જશે નહીં. કોવિડ 19 આખરે અદ્રશ્ય થઈ જશે તેવું વારંવાર કહેનારા પ્રમુખ ટ્રમ્પથી આ સંપૂર્ણપણે વિપરીત અભિપ્રાય છે.

કોરોના વાયરસ મહામારી નિયંત્રણમાં રાખવા બાબતે કોંગ્રેસની પ્રખર પેટાસમીતીની સુનાવણી દરમિયાન નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેકટીયસ ડિસીઝના ડીરેકટર ફૌસીએ જણાવ્યું હતું કે હું માનતો નથી કે તે અદ્રશ્ય થઈ જશે, કેમકે એ અતિ સંક્રમણકારી વાયરસ છે.

સાત મહિના પહેલા દેખાયેલી આ મહામારીથી વિશ્ર્વમાં 1.7 કરોડ લોકો સંક્રમીત થયાનું અને 673,922 લોકો મૃત્યુ પામ્યાનું જોન્સ સેપકીન્સ યુનિવર્સિટીએ જણાવ્યું છે.
વાયરસ સંપૂર્ણપણે અદ્રશ્ય નહીં થઈ જાય, પણ ફૌસીએ અગાઉ જણાવ્યું હતું કે વિશ્વ નેતાઓ અને આરોગ્ય અધિકારીઓ મહામારી નીચા સ્તરે લાવી શકે એ શકય છે.


Related News

Loading...
Advertisement