વિશ્વની દિગ્ગજ હસ્તીઓનાં એકાઉન્ટ હેક કરનાર માસ્ટર માઈન્ડ એક ટીનેજર

01 August 2020 04:15 PM
India Technology World
  • વિશ્વની દિગ્ગજ હસ્તીઓનાં એકાઉન્ટ હેક કરનાર માસ્ટર માઈન્ડ એક ટીનેજર

હેક મામલામાં ફલોરિડાનાં ટીનેજરની ધરપકડ, 17 વર્ષનાં તરૂણનાં 5.2 કરોડના બિટકોઈન જપ્ત

નવી દિલ્હી તા.1
તાજેતરમાં વિશ્વની હસ્તીઓ ધનકુબેર બિલ ગેટસ, અમેરિકાના પૂર્વ પ્રમૂખ બરાક ઓબામા સહિતના 130 હાઈ પ્રોફાઈલ વ્યકિતઓનાં ટવીટર એકાઉન્ટ હેક કરનાર માસ્ટર માઈન્ડ 17 વર્ષનો તરૂણ નીકળ્યો છે અને આ તરૂણની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે, માઈક્રો બ્લોગીંગ સાઈટ ટવીટર પર તાજેતરમાં અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જોઈ બિડેન અને એલન મસ્ક જેવા 130 સેલીબ્રીટીના એકાઉન્ટ હેક થયા હતા.આ હાઈ પ્રોફાઈલ હેકમાં ફલોરીડામાં એક ટીનેજરની ધરપકડ કરાઈ હતી. કહેવામાં આવે છે કે ધુરંધરોનાં એકાઉન્ટ હેક કરવાનો અસલી માસ્ટર માઈન્ડ આ ટીનેજર હતો.

17 વર્ષનો ગ્રેહામ ઈવાન કલાર્ક પર છેતરપીંડીનો કેસ દાખલ કરીને પૂછપરછ કરાઈ રહી છે. 17 વર્ષનાં આ હેકરે આવા અનેક બનાવોને અંજામ આપ્યો છે. લીગલ ડોકયુમેન્ટનું માનીએ તો એપ્રિલમાં એક સિક્રેટ સર્વીસે તેની પાસે મૌજુદ 7 લાખ ડોલર (લગભગ 5.2 કરોડ રૂપિયા) થી વધુનાં બિટકોઈન જપ્ત કર્યા હતા.


Related News

Loading...
Advertisement