શહેર જિલ્લામાં પાંચ જુગાર દરોડામાં સંખ્યાબંધ શખ્સો પકડાયા: રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો

01 August 2020 03:44 PM
Jamnagar
  • શહેર જિલ્લામાં પાંચ જુગાર દરોડામાં સંખ્યાબંધ શખ્સો પકડાયા: રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો

જામનગર તા.1: જમનાગરમાં પોલીસે શહેર જિલ્લામાં જુદા જુદા પાંચ દરોડા પાડી શ્રાવણીયો જુગાર રમી રહેલા સંખ્યાબંધ શખ્સો સામે કાર્યવાહી કરી જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે તમામ શખ્સોની સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

જામનગર નજીકના સિક્કા ગામે ગઇકાલે બપોરે પોણાબે વાગ્યાના સુમારે સિક્કા પોલીસે જુમામસ્જિદ સામેના ચોકમાં જાહેરમાં દરોડો પાડી જુગાર રમી રહેલા જાફર અનવરભાઈ ભાયાણી, અલ્તાફ ઈસ્માઈલભાઈ ભગાડ, દાઉદ નૂરમામદ મેપાણી, મહેબૂબ ગુલામ ખલીફા અને ભરત જીવણભાઈ જોગલને રૂ.11015ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે તમામની સામે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી અટકાયત કરી હતી.

જોડિયા તાલુકાના બેરાજા ગામે તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ફારૂકભાઈ સતારભાઈ મોટલાણી, રાજેન્દ્રસિંહ લખુભા પરમાર, નટુભા ગગજી પીંગળ, દિલિપસિંહ લાખાજી પરમાર, શાહીલ કાદર મોટલાણી નામના શખ્સોને રૂ.4770ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે આ શખ્સોની અટકાયત કરી જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.

કાલાવડ તાલુકાના નિકાવા ગામે સૂતરવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા રફીક ઓસમાન કૈયડા, હસનશા અબ્દુલશા શાહમદાર, જુમાશા મામાદશાહ શાહમદાર નામના શખ્સો રૂ.3290ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે આ શખ્સોની સામે પણ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

હરિપર મેવાસા ગામે દલિતવાસમાં દરોડો પાડી પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા વજુભાઈ બીજલભાઈ સોનદરવા, યુનુસ હારુનભાઈ ભાલાણી નામના બે શખ્સોને 1440ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.

જ્યારે લાલપુર તાલુકાના મેઘપર પોલીસે મોટી ખાવડી ગામે ગણેશ મંદિર પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા શામજી કેશવ વાળા, સતિશ કારાભાઈ પરમાર, મહેશ ઉર્ફે બાબુભાઇ ચાવડા અને ધનશ્યામસિંહ દાદુભા ચુડાસમા નામના શખ્સોને રૂ.10450 સાથે પકડી પાડ્યા હતા.


Loading...
Advertisement