જામનગર શહેર જિલ્લામાં અનેક શખ્સો સામે પોલીસની કાર્યવાહી

01 August 2020 03:44 PM
Jamnagar
  • જામનગર શહેર જિલ્લામાં અનેક શખ્સો સામે પોલીસની કાર્યવાહી

કોરોના સબંધિત જાગૃતિનો અભાવ : પોલીસે ફોજદારી રાહે કાર્યવાહી કરી

જામનગર તા.1
જામનગર શહેર જિલ્લામાં પોલીસે કોરોનાના સંક્રમણને રોકવા માટે સતત અને સઘન કાર્યવાહીનો દોર આગળ ધપાવી ગઇકાલે અનેક શખ્સો સામે જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તેમજ ધ મેડિકલ એપેડેમીક એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

લોકલ સંક્રમણનો પિરિયડ શરૂ થયા બાદ હવે કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું છે. આ કપરા કાળમાં દર્દીઓની સંખ્યા ઉતરોતર વધતી જ રહેશે તેમ તંત્ર કહી ચૂક્યું છે ત્યારે નાગરિકોમાં જાગૃતિનો અભાવ સતત દેખાઈ રહ્યો છે. ગઇકાલે પોલીસે શહેર જિલ્લામાં જાહેરનામાં સહિતની કાર્યવાહી કરી હતી જેમાં સિટી બી ડિવિઝન પોલીસે મહેશ બેચરભાઈ રાઠોડ સામે જાહેરનામાના ભંગ બદલ ગુન્હો નોંધ્યો હતો.

સિટી સી ડિવિઝન પોલીસે દેવાભાઈ વશરામભાઈ વકાતર, નિલેષ નટવરલાલ રાજાણી, ચામુંડા હેરઆર્ટ નામની દુકાનના માલિક સહિતના શખ્સો સામે આઈપીસી કલમ 270, 188 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી.

પંચકોશી એ ડિવિઝન પોલીસે શિવદીપસિંહ રણજીતસિંહ જાડેજા, કિશનભાઈ રાણાભાઈ રાઠોડ સામે ગુન્હો નોંધ્યો હતો.પંચકોશી બી ડિવિઝન પોલીસે ઇનાયત લતીફભાઈ ખીરાની અટકાયત કરી હતી. કાલાવડ પોલીસે મુસ્તફા ગનીભાઈ છુવારા, મકબૂલભાઈ દિલાવરભાઈ ઓડીયા સામે ગુન્હો નોંધ્યો હતો.

જોડિયા પોલીસે રાજેન્દ્રસિંહ લખુભા પરમાર, ફારૂક સતારભાઈ મોટલાણી,નટુભા ગગજી પીંગળ, દિલિપસિંહ લાખાજી પરમાર, અને શાહીલભાઈ કાદરભાઈ મોટલાણી નામના શખ્સો સામે કાર્યવાહી કરી હતી. જામજોધપુર પોલીસે અલ્પેશ કિશોરભાઈ ઉમરાડીયાને આંતરી લીધો હતો.

શેઠવડાળા પોલીસે ગૌરવભાઈ દિનેશભાઈ ઠૂમમર, અરવિંદભાઈ બચુભાઈ હિરપરા નામના શખ્સો સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી. લાલપુર પોલીસે જયેશ માલદેભાઈ કણજારીયા અને બિલાલ ઈસ્માઈલભાઈ ભટ્ટી સામે પણ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી.

મેઘપર પોલીસે સતિશ કાળાભાઈ પરમાર, શામજીભાઈ કેશવભાઈ વાળા, મહેશ ઉર્ફે બાબુભાઈ ચાવડા, અને ધનરાજસિંહ ડાડુભા ચુડાસમા નામના શખ્સો સામે આઇપીસી કલમ 270, 188 અને એપેડેમિક ડિઝીઝ એક્ટ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી આ ઉપરાંત મહાવીર મેરુભાઈ સુમેત સામે પણ ઉપરોક્ત ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી.


Loading...
Advertisement