વિશ્વ વિક્રમી અખંડ રામધૂનને 57મુ વર્ષ બેઠું

01 August 2020 03:42 PM
Jamnagar
  • વિશ્વ વિક્રમી અખંડ રામધૂનને 57મુ વર્ષ બેઠું
  • વિશ્વ વિક્રમી અખંડ રામધૂનને 57મુ વર્ષ બેઠું
  • વિશ્વ વિક્રમી અખંડ રામધૂનને 57મુ વર્ષ બેઠું
  • વિશ્વ વિક્રમી અખંડ રામધૂનને 57મુ વર્ષ બેઠું

શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી બાલાહનુમાન સંકિતર્ન મંદિરમાં 1 ઓગસ્ટ-1964ના શરૂ થયેલ રોજ શ્રીરામ જય રામ જય જય રામ અખંડ ધૂનનો આજે 20,435મો દિવસ : શહેરના તમામ મંદિરો ખુલ્લા છે પરંતુ આ મંદિર આજથી કોરોનાના વધતા કેસને કારણે બંધ કરાવતા ટ્રસ્ટીઓના નિર્ણયથી લોકોમાં આશ્ર્ચર્ય

જામનગર તા.1: જામનગરમાં કોરોના સંક્રમણ બેકાબુ બનતા વિશ્ર્વ વિખ્યાત બાલાહનુમાન મંદિર આજથી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. જો કે શહેરના અન્ય તમામ મંદિરો ખુલ્લા છે ત્યારે આ મંદિરને બંધ કરવાના ટ્રસ્ટીઓના નિર્ણય અંગે લોકોમાં આશ્ર્ચર્ય ફેલાયું છે. આ મંદિરમાં ચાલતી અખંડ રામધુને આજે 56 વર્ષ પુરા કર્યા છે.

જામનગરમાં તળાવની પાળે સંતશ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત શ્રી બાલા હનુમાન સંક્રિતર્ન મંદિર વિશ્ર્વભરમાં વિખ્યાત છે. સંતશ્રીએ શ્રી રામ જય રામ જય જય રામ મંત્રની અખંડ ધુનનો તા.1-8-1964ના રોજ પ્રારંભ કરાવ્યો હતો. ત્યારથી આજ સુધી આ અખંડ રામધૂન સતત ચોવીસ કલાક ચાલે છે. વરસાદ, વાવાઝોડા, ધરતીકંપ જેવી કુદરતી આપમિઓના દિવસોમાં પણ અહીં અખંડ ધૂન ચાલુ રહી છે. આ ધૂનને લીધે જામનગરના આ મંદિરને બે વખત ગ્રિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળ્યું છે.

આજે આ અખંડ ધૂનનો 20,453મો દિવસ છે. આજે આ રામધૂન 56 વર્ષ પૂર્ણ કરી 57માં વર્ષમાં પ્રવેશી છે. આજે આ અખંડ રામધૂનની વર્ષ ગાંઠ છે અને ટ્રસ્ટીઓએ આજથી આ મંદિર દર્શનાર્થી માટે બંધ કરી દિધુ છે. મંદિરની બહાર બોર્ડ લગાવ્યું છે જેમાં જણાવ્યું છે કે, કોરોનાના વધતા કેસને કારણે આ મંદિર સદંતર બંધ રહેશે. જો કે અખંડ રામધૂન પાંચ-સાત ભકતવો રોટેશનમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે ચાલુ જ રાખવામાં આવી છે.

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવ મંદિર, અન્ય હનુમાન મંદિરો સહિતના બધા મંદિરો ખુલા છે ત્યારે એક માત્ર આ મંદિરને બંધ કરવાના મંદિરના ટ્રસ્ટીઓના નિર્ણયથી લોકોમાં આશ્ર્ચર્ય ફેલાયું છે.


Loading...
Advertisement