કપિલદેવ સખત પરિશ્રમી અને જાત મહેનતથી આગળ આવેલ ખેલાડી: ઈમરાનખાન

01 August 2020 03:42 PM
India Sports World
  • કપિલદેવ સખત પરિશ્રમી અને જાત મહેનતથી આગળ આવેલ ખેલાડી: ઈમરાનખાન

કપિલદેવે ઈમરાનખાનને પણ હાર્ડવર્કીંગ ક્રિકેટર ગણાવ્યા

નવી દિલ્હી તા.1
કપિલદેવ એક સખત પરિશ્રમ કરનાર અને જાતે જ તે શીખનાર ખેલાડી છે. મેં તેના જેવો પરિશ્રમી ખેલાડી જોયો નથી તેમ પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર અને પીએમ ઈમરાનખાને જણાવ્યું હતું તો સામે પક્ષે કપિલદેવે પણ જણાવ્યું હતું કે ખાન સારો સખત પરિશ્રમી ખેલાડી છે.

ઉલ્લેખનીય છે કે કિક્રેટનાં ઈતિહાસમા ખુબ જ સન્માનીય ખેલાડી છે. તેના પ્રયાસોનાં કારણે ભારતને પ્રથમવાર 1983 માં વર્લ્ડકપ્નું ટાઈટલ મળેલ તેઓ રમતમાં લાંબા સમય સુધી મહાન ઓલ રાઉન્ડર રહ્યા હતા.

1992 માં વર્લ્ડ કપ વિજેતા પાકિસ્તાનની ટીમના કેપ્ટન ઈમરાનખાને કપિલદેવને સખત પરિશ્રમી કહ્યા હતા.સામે પક્ષે કપિલદેવે જણાવ્યું હતું કે ઈમરાનખાન સારો દોડવીર ખૂબ જ નેચરલ અને સખત પરિશ્રમી ખેલાડી છે. જયારે તે શરૂ કરે છે.ત્યારે સામાન્ય લાગે છે.પરંતુ પછી તે ખૂબ જ હાર્ડ વર્કીંગ ફાસ્ટ બોલર બની જાય છે.


Related News

Loading...
Advertisement