જૂનાગઢ ગીરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધીનો માર્ગ ફોર ટ્રેક બનાવવા તજવીજ શરૂ

01 August 2020 03:26 PM
Junagadh
  • જૂનાગઢ ગીરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધીનો માર્ગ ફોર ટ્રેક બનાવવા તજવીજ શરૂ

આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા સાથે મુર્હુત કરાશે

જૂનાગઢ,તા. 1
ગીરનાર દરવાજા ભવનાથ તળેટી સુધીનો ફોર ટ્રેક તો શરુ થઇ ગયો છે પરંતુ વચ્ચે દામોદર કુંડ પાસેના સાંકડો રસ્તો બાકી રહી જવા પામ્યો હતો તેને ફોર ટ્રેક કરવા માટે ફરી ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું છે.

ભવનાથમાં પણ મોટાભાગના રસ્તા ફોર ટ્રેક થઇ જવા પામ્યા છે. દામોદરજી કુંડ પાસેની જમીન પહાડ તોડવા વન વિભાગની મંજુરીની પ્રક્રિયા વન વિભાગે આપતાં હવે આ બાકીના કટકનું કામ હાથ ધરવામાં આવશે.

1.08 કરોડનાં ખર્ચે બનનાર આ રોડના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પડશે અને ખાતમુર્હુતની વિધિ કરવામાં આવશે અને કામગીરી નજીકના સમયમાં શરુ થઇ જશે જેથી શિવરાત્રિના મેળામાં પરિક્રમામાં મોટી ટ્રાફીકની સમસ્યા હલ થઇ શકશે.


Loading...
Advertisement