જૂનાગઢ જિલ્લામાં પગારથી વંચિત ખાનગી શાળાના શિક્ષકોમાં રોષ : આવેદનપત્ર

01 August 2020 03:24 PM
Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં પગારથી વંચિત ખાનગી શાળાના શિક્ષકોમાં રોષ : આવેદનપત્ર

દુષ્કાળમાં અધિક માસ જેવા તાલથી શિક્ષકો પરેશાન

જૂનાગઢ,તા. 1
કોરોના મહામારીના કારણે માર્ચ માસથી તમામ શાળા બંધ છે જૂનાગઢ જિલ્લાની ખાનગી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને પગાર ચૂકવવામાં આવ્યો નથી તેટલું જ નહીં. સ્કૂલોની બસ ચલાવતા બાળકોને તેડવા મૂકવા જતી બહેનો, ક્લેરીકલ સ્ટાફ, સહિતનાને ત્રણ માસ પૂર્વે જ છૂટો કરી દેતાં 10-15 વર્ષથી આવી સેવા કરતાં કર્મીઓની હાલત કફોડી થઇ જવા પામી છે.

બહુ નાના પગારમાં નોકરી કરતાં પરિવારોને કોરોના મહામારીમાં હવે જવું તો પણ ક્યાં જવું ? તેવો તાલ સર્જાયો છે. માર્ચથી શિક્ષણ કાર્ય બંધ છે. શાળાઓ બંધ છે. ખાનગી શાળાના સંચાલકોએ શિક્ષકોને પણ પગાર ચૂકવ્યો નથી. અમુકને શાળા છોડવા મજબૂર કર્યા છે.


Loading...
Advertisement