ગીર-સોમનાથમાં આઇસીડીએસ વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે

01 August 2020 03:23 PM
Veraval
  • ગીર-સોમનાથમાં આઇસીડીએસ વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે

આજથી તા. 7 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન

વેરાવળ, તા. 1
કોરોના મહામારીના આ સમયમાં પણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ જ રામબાણ ઉપાય બન્યો છે ત્યારે બાળકોમા જન્મની સાથે જ જીવનભર સાથે રહે તેવી સબળ રોગપ્રતિકારક શક્તિની બક્ષિસ કુદરત માતા થકી આપે છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં આજે તા.1 ઓગષ્ટ થી તા. 7 ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે

જે અન્વયે ગીર-સોમનાથ જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા તા.1 થી તા.7 ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.આ ઉજવણીમા સપ્તાહ દરમ્યાન તા.1 થી 7 ઓગષ્ટ સુધી જન્મેલા બાળકોની માતા તથા કુટુંબ સાથે સ્તનપાનની સમજણ માટે વાર્તાલાપ, તા.2 ઓગષ્ટ ના રોજ સ્તનપાન વિષય જનજાગૃતિ, તા.3 ઓગષ્ટ નાં રોજ લોકલ ચેનલ દ્વારા સ્તનપાનનું મહત્વ, તા.4 ઓગષ્ટ નાં રોજ ઉંબરે આંગણવાડી કાર્યક્રમ, તા.5 ઓગષ્ટ નાં રોજ કુપોષણ ઘટાડવા માટે કુટુંબ સામ્ય સાથે સ્તનપાનના ફાયદાની જાણકારી, તા.6 ઓગષ્ટ નાં રોજ નવજાત શિશુને સ્તનપાનના ફાયદા અને બહારના દુધથી થતુ નુકશાન અંગે જાણકારી અને તા.7 ઓગષ્ટ નાં રોજ તા.1 થી 7 ઓગષ્ટ દરમ્યાન જન્મેલા બાળકોના ઘરે અને સગર્ભાના ઘરે વૃક્ષારોપણ કરી

આ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે તેમજ આ ઉજવણી દરમ્યાન રીઝનલ કક્ષાએથી આર.ડી.ઓ., જીલ્લા કક્ષાએથી કલેકટર અજય પ્રકાશ, જીલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, સી.ડી.એચ.ઓ. સહિત જિલ્લાના અધિકારીઓ અને તાલુકા કક્ષાએથી તા.1 થી 7 ઓગષ્ટ સુધીમાં નવજાત બાળકોના જન્મ થયા હોય એવા માતા અથવા કુટુંબ સાથે ટેલીફોનીક/ વીડિયોના માધ્યમથી વાર્તાલાપ કરશે.

વિશ્વભરમાં ઓગષ્ટના પહેલા સપ્તાહને વલ્ડ બ્રેસ્ટ ફીડીંગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.


Loading...
Advertisement