જેતપુરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે શ્રીમદ્ કોવિડ-19 હોસ્પિટલનો પ્રારંભ

01 August 2020 03:18 PM
Dhoraji
  • જેતપુરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે શ્રીમદ્ કોવિડ-19 હોસ્પિટલનો પ્રારંભ
  • જેતપુરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે શ્રીમદ્ કોવિડ-19 હોસ્પિટલનો પ્રારંભ

નિષ્ણાંત ડોકટરો દ્વારા પ્રેરણાદાયી કાર્ય

(દિલીપ તનવાણી)
જેતપુર, તા. 1
જેતપુરમાં સરકાર માન્ય કોવિડ-19ના દર્દી ની સારવાર માટેની હોસ્પિટલનો પ્રારંભ થયો છે.
40 બેડની અતિ આધુનિક એવી આ હોસ્પિટલ ઓક્સિજન. વેન્ટીલેટર. બાઇપેપ. ડી ફેબ.મલ્ટી પેરા સાથે આઇ સી યુ રૂમ તથા ડીલક્સ રૂમ .લેબોરેટરી. સેમ્પલ કલેક્શન. પ્ર શિક્ષિત નર્સિંગ સ્ટાફ સાથે હોટલ કંફોરટ (બંસરી) ધોરાજી રોડ બાયપાસ ચોકડી પાસે શરૂ કરાયેલ છે.

જેતપુર તાલુકા ની સૌપ્રથમ સરકાર માન્ય કોરોના દર્દી ઓ માટેની સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે જેમાં જેતપુરના નામાંકિત ડોક્ટર ની ટીમ કોરોના ના દર્દી માટે સારવાર માટે નું કાર્ય સંભાળશે ઉલ્લેખનીય છે કે આ ડોક્ટર પોતાની હોસ્પિટલ ને છોડી પોતાના જીવ ના જોખમ ની પરવા કર્યા વિના એક સાથે સાત ડોક્ટર મળીને ટીમ બનાવી કોરોના દર્દી ની સારવાર માટે આગળ આવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું છે.

આ "શ્રીમદ કોવીડ 19 હોસ્પિટલ "માં જેતપુર શહેરના નામાંકિત સિનિયર ડોક્ટર ટીમ કામગીરી સંભાળશે તે સર્વ શ્રી ડો. કોટડીયા ડો.વાધવાણી ડો. ઉંધાડ ડો. અમીપરા ડો. સોજીત્રા ડો.સંજય ક્યાડા ડો. મોવલીયા ડો. બાલધા ની સેવાઓ કોરોના ના પ્રાપ્ત થશે. આ પ્રાઇવેટ હોસ્પિટલને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવેલી છે ઉપરાંત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ચાર્જ જ કોરોનાના દર્દી પાસેથી લઈ કોરોનાની સારવાર કરવામાં આવશે

ગોંડલ પ્રાંત અધિકારીશ્રી આલ દ્વારા જણાવ્યું હતું કે જેતપુર શહેરના નામાંકિત ડોક્ટરોએ પોતાના વ્યવસાયમાંથી સમય કાઢીને પોતાની પરવા કર્યા વિના કોરોના ના દર્દીઓ ને સારવાર આપવા માટે આગળ આવીને આ હોસ્પિટલની શરૂઆત તમામ ડોક્ટરો એ સાથે મળીને કરેલ છે તે એક ઉદાહરણરૂપ માનવતાનું કાર્ય પ્રારંભ કરેલ છેઆ પ્રસંગે અગ્રણી શ્રી પી.જી ક્યાડા.

મનસુખભાઈ ખાચરિયા પ્રશાંત કોરાટ વિપુલભાઈ સંચાણીયા વેલજી ભાઈ સરવૈયા આર.કે રૈયાણી રાજુભાઇ હિરપરા સહિતના મહાનુભાવો અને સરકારી વહીવટી તંત્રના અધિકારીઓ મામલતદાર વિજય કારીયા.મામલતદાર દીપીકા પંચાલ ડીવાયએસપી સાગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ હોસ્પિટલ નો સંપર્ક કરવા હેલ્પ લાઇન નબર 9662014078. અને 7879808189 છે.


Loading...
Advertisement