વડોદરાના પરિવારને સોશ્યલ મીડીયાના માઘ્યમથી મુકબધીર પુત્ર પરત મળ્યો : પરિવાર સાથે મિલન

01 August 2020 03:15 PM
Veraval
  • વડોદરાના પરિવારને સોશ્યલ મીડીયાના માઘ્યમથી મુકબધીર પુત્ર પરત મળ્યો : પરિવાર સાથે મિલન
  • વડોદરાના પરિવારને સોશ્યલ મીડીયાના માઘ્યમથી મુકબધીર પુત્ર પરત મળ્યો : પરિવાર સાથે મિલન

વેરાવળની ‘નિરાધારનો આધાર’ સંસ્થાએ મુકબધીર બાળકને આશ્રય આપી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

(રાજેશ ઠકરાર)
વેરાવળ, તા. 1
વર્તમાન સમયમાં સોશીયલ મીડીયા માનવ જીવનનો અભિગમ બની ગયો હોય તેવું છાશવાર બનતી ઘટનાઓ પરથી પ્રતિત થાય છે. ઘણા કીસ્સાળમાં સોશીયલ મીડીયા ફાયદાકારક તો અમુક કીસ્સાામાં નુકશાન કારક પણ બની રહે છે. ત્યાકરે વિખુટા પડી ગયેલા પુત્રને શોઘવા પાંચ માસથી વલખા મારતા વડોદરાના પરીવાર માટે સોશીયલ મીડીયાનું માઘ્ય્મ સંજીવની સાબીત થયુ હોય તેવો કીસ્સો સોમનાથ ભુમિ પરથી બહાર આવ્યો છે.

જેમાં વેરાવળની નિરાઘારનો આઘાર નામની સંસ્થોની સરાહનીય કામગીરીથી વિખુટા પડેલા વડોદરાના મુકબઘીર સગીરનો પરીવાર સાથે ફરી મિલન થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

આ રોચક કીસ્સાાની વિગત એવી છે કે, વડોદરાના આજવા રોડ પર રહેતા અને રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતા રવીન્દ્ર પાંડેનો પંદર વર્ષીય મુકબઘીર પુત્ર કરણ કે જે ગત 15 ફેબ્રુઆરી 2020 ના રોજ ઘર નજીક રમતા રમતા ગુમ થઇ ગયેલ હતો. જો કે પુત્ર ગુમ થયાની પરીવારને જાણ થતાં ખુબ શોઘખોળ હાથ ઘરાયેલ પરંતુ કયાંય પતો લાગ્યો ન હતો.

જેથી અંતે કરણના ગુમ થવા મામલે વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુમશુદા ફરીયાદ નોંઘાવી હતી. ત્યાકરબાદ તેમના પુત્રની શોઘખોળ માટે જવાબદાર પોલીસ તંત્રએ કોઇ નકકર કાર્યવાહી કરી ન હોવાનો પીતા રવીન્દ્રભાઇએ આક્રોશ વ્યકત કરતા હતા. આ સાથે કરણના ફોટા સાથેની વિગત સોશીયલ મીડીયામાં વાયરલ કરી શોઘખોળના પ્રયત્નો પોતા તરફથી ચાલુ રાખ્યા હતા.

દરમ્યાન ત્રણ દિવસ પૂર્વે તા.28 ના રોજ અચાનક વેરાવળથી રવિન્દ્ર ભાઇ પર ફોન આવેલ અને જણાવેલ કે, તમારો પુત્ર ગુમ થયા અંગે પૃચ્છા્ કર્યા બાદ વેરાવળથી એક ફોટો મોકલવેલ જે જોતા આ કરણ જ હોવાનુ માલુમ પડેલ હતુ. કરણ વેરાવળમાં હાઇવે પર કાર્યરત નિરાઘારનો આઘાર નામની સંસ્થાણમાં આશરો લઇ રહયો હોય જેથી રવીન્દ્રભાઇ અને તેમની પુત્રી કરણને લેવા વેરાવળ સંસ્થો ખાતે આવી પહોંચેલ જયાં કરણને નિહાળી ભેટી પડતાની સાથે જ પરીવાર વચ્ચે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.

સંસ્થાના સંચાલક જનક પારેખએ વાતચીતમાં જણાવેલ કે, પાંચેક માસ પુર્વે કરણ નામનો સગીર રોડ પરથી મળી આવેલ હતો. જે બોલી કે સાંભળી શકતો ન હોવાથી તેને આશ્રમ ખાતે લાવવામાં આવેલ હતો. આ બાળકના પરીવારની શોઘખોળ ચાલુ કરેલ પરંતુ આ બાળક બોલી કે સાંભળી શકતો ન હોવાથી તે કયાંથી આવ્યો અને તેના પરીવારજનો કોણ છે તે જાણવું અતિ મુશ્કેલ બન્યુ હતુ.

દરમ્યાન ફેસબુક પર વડોદરાના એક ગ્રુપમાં આવી જ શકલનો એક બાળક ગુમ થયાનો મેસેજ વાંચતા તાત્કાલીક તે મેસેજ મુકનારનો સંપર્ક કરતાં તેની સાથે વાતચીત કરતા બાળકના પરીવારની જાણકારી મળી હતી. આમ શોશીયલ મીડીયાના માઘ્યમ થી મુકબઘીર બાળકનું તેના પરીવાર સાથે મીલન થયું હતુ.


Loading...
Advertisement