જામનગરમાં નવા 8 સહિત કોરોનાના 20 કેસની આજે બપોરે જાહેરાત

01 August 2020 03:12 PM
Jamnagar Gujarat
  • જામનગરમાં નવા 8 સહિત કોરોનાના 20 કેસની આજે બપોરે જાહેરાત

કોવિડ વોર્ડમાં ફરજ બજાવનાર નર્સ સહિત જી.જી.હોસ્પિટલના બે મહિલા કર્મચારી પણ સંક્રમીત : શહેરના 541 સહિત જિલ્લાના કુલ કેસ 711

જામનગર તા.1
જામનગર શહરેમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. જો કે ગઇ રાતના 11 કેસ સહિત કેસના નામની આજે બપોરે મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે શહેરના કોરોનાના કેસનો કુલ આંક 541 અને શહેર સહિત જિલ્લાના કેસનો આંક 711 થયો છે.

જામનગર મહાનગરપાલિકાએ આજે બપોરે કરેલી જાહેરાતમાં 19 નામ જાહેર કરાયા છે તે પૈકી 11 નામ ગઇ રાતના આવ્યા હતા જયારે અન્ય 9 દર્દીઓમાં વાલેશ્ર્વરી નગરીમાં મહાલક્ષ્મી રેસીડેન્સીમાં રહેતા અતુલ શામજીભાઇ રાણીયા (ઉ.વ.45), સાધના કોલોનીમાં રહેતા હેતલબેન ઇશ્ર્વરભાઇ લખીયાર (ઉ.વ.40), હરિયા કોલેજ રોડ ઉપર મૌલિક પાર્કમાં રહેતા મિલનભાઇ ડાયાભાઇ માલવી (ઉ.વ.44), ખડખડનગરમાં રહેતા નારણભાઇ ભવાનભાઇ સરવૈયા (ઉ.વ.65), ડી.કે.વી. કોલેજ સામે રહેતા રેશ્માબેન મહેશભાઇ (ઉ.વ.40), નવાગામ ઘેડમાં સિધ્ધેશ્ર્વર સોસાયટીમાં રહેતા રીટાબેન કમલેશભાઇ ચુડાસમા (ઉ.વ.35)નો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો હતો.

આ ઉપરાંત મેડિકલ કેમ્પસમાં રહેતા અને જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતા બે કર્મચારી પણ કોરોના સંક્રમીત થયા છે. રેખાબેન મશરીભાઇ ખુંટી (ઉ.વ.27)નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેઓએ ઘણા દિવસ કોવિડ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવી હોય કોઇ દર્દીમાંથી ચેપગ્રસ્ત થયા હોવાની શકયતા છે. આ જ રીતે મેડિકલ કેમ્પસમાં રહેતા શિતલબેન પાધેર (ઉ.વ.28)નો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો.

આ કેસને પગલે જામનગર શહેરમાં કોરોનાના જાહેર થયેલા કેસનો આંક 541 અને શહેર સહિતના સમગ્ર જિલ્લાના કેસનો આંક 711 થયો છે.


Related News

Loading...
Advertisement