મોરબી જીલ્લામાં કોરોનાના દર્દીના નામ જાહેર કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ

01 August 2020 03:03 PM
Morbi
  • મોરબી જીલ્લામાં કોરોનાના દર્દીના નામ જાહેર કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી, તા. 1
મોરબી જિલ્લામાં હાલે કોરોનાના 341 કેઇસ છે અને દિવસે દિવસે વધવામાં છે ત્યારે પોઝેટીવ આવેલા દર્દીના નામ જાહેર કરવામાં આવે તે જરૂરી છે તો જે માણસ તેના સંપર્કમાં આવેલ હોય તે ટેસ્ટીંગ કરાવે તો કોરોનાને આગળ વધતો અટકાવી શકાશે માટે કોરોના પોઝીટીવ દર્દીનું નામ જાહેર કરવું અને વધારે ટેસ્ટીંગ કરવું તે બાબતે શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે

મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ હાલમાં કરેલી રજુઆતમાં લખ્યું છે કે, જિલ્લામાં હાલે કોરોનાના 341 કેઇસ થયા છે ત્યારે કોરોનાને કાબુમાં લાવવા માટે પ્રથમ તો જે લોકોને પોઝેટીવ કેઇસ આવેલ છે તેના નામ જાહેર કરવા જોય જેથી તે જેટલી જેટલી વ્યકિતના સંપર્કમાં આવેલ હોય તે વ્યકિત પોતાના ટેસ્ટીંગ કરવાશે અને જો આમ નહિ કરવામાં આવે તો કોરોનાના કેસમાં વધારો થશે તે નિશ્ચિત છે હાલમાં લોક ડાઉન ખુલતા પ્રજા પર નિયંત્રણ ઉઠી ગયુ છે

અને ગાઇડ લાઇનનું પાલન કોઈ કરતાં નથી તેવા સમયે કોરોનાને કાબુમાં લેવા માટે ઠોસ પગલા લેવા જોઇએ વધુમાં તેમને કહ્યું છે કે, સરકારે શાળા - કોલેજ માટે હંમણા વિચાર કરવો ના જોઇએ અને વારંવાર શાળા ખોલવાના નિવેદનો આવે છે તેના કરતા એક નિર્ણય કરીને લાંબી મુદત આપી દેવી જોઇએ કેમ કે, કોરોના તાત્કાલીક જવાનો નથી અને માણસોએ કોરોના સાથે જીવતા શીખવું જ પડશે તે વાત નિશ્ચિત છે.


Loading...
Advertisement