મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે એ.કે પટેલની વરણી

01 August 2020 03:00 PM
Morbi
  • મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે એ.કે પટેલની વરણી

મોરબી તા 1
મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી સાથે થોડા દિવસો પહેલા જ જોડાયેલા ભાજપના પૂર્વ આગેવાન અને નગરપાલિકાના માજી ઉપપ્રમુખ એ.કે.પટેલને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ મોરબી જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોપેલ છે જેથી જીલ્લાના આપના અન્ય આગેવાનો, હોદેદારો તેમજ કાર્યકરોએ એ.કે.પટેલને આવકારીને શુભકામનાઓ પાઠવી છે

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીની નવી ટીમની રચનાં કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે એ.કે પટેલની વરણી કરવામાં આવી છે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી ભરતભાઈ બારોટ, શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરૂ, મહામંત્રી પરેશભાઈ પરિયા, ચંદ્રકાંત વિરમગામ, પી.એમ ચોખલિયા, મહાવીરસિહ ઝાલા, મનોજસિહ ઝાલા તેમજ દિલીપભાઈ પૈજા, ગોકળભાઈ ભરવાડ તેમજ જબલપુર સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ ફેફર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને જીલ્લાના નવા પ્રમુખને આવકારીને અભિનંદન પાઠવ્યા હતા

આ તકે આપના જીલ્લાના નવા પ્રમુખ એ.કે પટેલે કહ્યું હતું કે, જિલ્લાનું સંગઠ્ઠન મજબૂત બનાવીને આવનાર ચૂંટણીઓમાં પૂરી તાકાત સાથે આપ દ્વારા લડત કરવામાં આવશે અને આગામી દિવસોમાં મોરબી માળિયાના ડોકટર, વકીલ અને નિવૃત કર્મચારીને આમ આદમી પાર્ટી સાથે જોડીને જીલ્લાની રાજનીતિમાં બદલવા લાવવામાં આવશે.


Loading...
Advertisement