મોરબી અને વાંકાનેરમાં આઠ જુગારીઓ પકડાયા

01 August 2020 02:59 PM
Morbi
  • મોરબી અને વાંકાનેરમાં આઠ જુગારીઓ પકડાયા

ત્રાજપર ખારી વિસ્તારમાં દરોડો

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી, તા. 1
મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ લોકોની તેમજ વાંકાનેરના મેસરીયા નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ કુલ આઠ લોકોની પેાલીસ દ્રારા જુગાર રમતા ધરપકડ કરવામાં આવેલ છે.

બી ડિવિઝન પોલીસ સ્ટાફે સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં બાતમીના આધારે રેડ કરી હતી કે જ્યાં જાહેરમાં જુગાર રમતા ચંદુ સીદા વરઘરિયા (54), રમેશ બાબુભાઈ સંતોલા (40), હિતેશ નાથાભાઈ નાગવાડીયા (35), ચંદુ જીવાભાઈ ઉઘરેજા (44) અને રવજીભાઈ બાબુભાઈ મકવાણા (55)મળી આવ્યા હતા જેથી પોલીસે 4800 ની રકડ સાથે આરોપીની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત વાંકાનેર તાલુકા પોલીસે મેસરિયા ગામે નવાપરા વિસ્તારમાં જુગારની રેડ કરી હતી ત્યારે નીલેશભાઇ મનસુખભાઇ સોલંકી જાતે દરજી (34) અલ્પેશભાઇ રમણીકભાઇ ગોટેચા જાતે લોહાણા (46) રહે બન્ને રાજકોટ વાળા અને રમેશભાઇ ભનાભાઇ ડાભી જાતે કોળી (42) રહે, મેસરીયા વાળા જુગાર રમતા મળી આવતા પોલીસે રોકડ 14,160 ના મુદામાલ સાથે જુગારીઓને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.


Loading...
Advertisement