મોરબીની સોમનાથ સોસાયટીમાં બાથરૂમમાં પડી જતા વૃદ્ધનું મોત

01 August 2020 02:58 PM
Morbi
  • મોરબીની સોમનાથ સોસાયટીમાં બાથરૂમમાં પડી જતા વૃદ્ધનું મોત

માંડલ અને મકનસર પાસે અકસ્માતમાં બેને ઇજા

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી, તા. 1
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા વૃદ્ધ તેમના ઘેર બાથરૂમમાં પડી તેનું મોત નીપજયું હતું.
એ ડિવિજન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર સોમનાથ સોસાયટીનીમાં આવેલ પ્લેટીનીયમ હાઇટસમાં રહેતા અને મહેતા એજન્સીના નામે નવાડેલા રેાડ ખાતે આરટીઓનું કામકાજ કરતા હરિશ્ચંદ્રભાઈ રમણીકલાલ મહેતા ગઇકાલ તા.31 ના રોજ સાંજે સાડા સાતેક વાગ્યે તેમના ઘેર બાથરૂમમાં પડી ગયા હતા

જેથી તાત્કાલીક 108 દ્વારા તેમને દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જો કે રસ્તામાં જ હરિશ્ચંદ્રભાઈ મહેતા (63) નું મોત નિપજયુ હતુ જેથી એ ડિવિઝન પોલીસ મથકના નારણભાઇ છૈયાએ તપાસ હાથ ધરી છે.

કુદરતી મોતનો બીજો બનાવ શહેરના સામાકાંઠે આવેલ ધરમપુર રોડ ઉપરના લાભનગર વિસ્તારમાં બન્યો હતો કે જ્યાં પ્રેમસંગ નંદલાલજી વાઘેલ નામના 35 વર્ષના યુવાનને છાતીમાં દુખાવો થતા તેને દવાખાને લઈ જવામાં આવ્યો હતો તેમનું મોત નિપજયું હતું જેથી બી ડિવિઝન પોલીસ મથકના અશેાકભાઇ સારદીયાએ તપાસ શરૂ કરી છે.

બે લોકોને ઇજા
હળવદ તાલુકા વિસ્તારમાં આવેલ માંડલ અને રાતાભેર વચ્ચેના રસ્તેથી બાઈક લઈને જઈ રહેલ મનોજ ભીમાભાઈ દેવીપુજક (40) રહે.ઘુંટુ નામના યુવાનનું બાઇક સ્લીપ થઇ જતા મનેાજને સારવારમાં લઇ જવાયેા હતેા.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામની પાસે વાહન અકસ્માતનો સંજીવકુમાર તિવારી રહે.જલાલપર નામના યુવાનને ઇજાઓ થતાં તેને પણ સારવારમાં લઇ જવાયો હતો.


Loading...
Advertisement