માંડવીના સલાયાનાં 7 સહિત ગુજરાતનાં 11 ક્રુ મેમ્બરો ઇરાનની જેલમાં બંધક બનાવાયા

01 August 2020 02:51 PM
kutch
  • માંડવીના સલાયાનાં 7 સહિત ગુજરાતનાં 11 ક્રુ મેમ્બરો ઇરાનની જેલમાં બંધક બનાવાયા

કચ્છનાં સાંસદે ભારતીય દુતાવાસને પત્ર લખી રજુઆત કરી

ભુજ, તા. 1
કચ્છના બંદરીય માંડવીના સલાયાનું એમએસવી 1441 અલ-ઈરફાન જહાજ ગત 15મી મેના ઇલેક્ટ્રોનિક્સ સામાન લઇને દુબઈથી કરાચી જવા નીકળ્યું હતું. બીજા દિવસે સાંજે ઓમાનની આંતરરાષ્ટ્રીય જળ સીમામાં પ્રવેશ કરતાં ચાંચિયાઓએ બંદૂક્ની અણીએ જહાજનું અપહરણ કર્યુ હતુ અને તે સમયે ઈરાનની આર્મી ગાર્ડ આવી ચડતા જહાજમાં સવાર તમામને ઇરાન ટાપુના કિસમ પોર્ટ લઇ ગયા હતા અને ચાંચિયોઓને છોડી મુકાયા હતા.

આ બનાવમાં માંડવીના સલાયાના 7 અને ગુજરાતના 4 સહિત 11 ક્રુ મેમ્બરોને અઢી માસથી જેલમાં ધકેલી દીધા હતા. સલાયાના શીરુ પરિવાર પર આ આફત આવી પડતાં ખુદાની બંદગી કરી ગુહાર લગાવી રહ્યો છે અને વહેલી તકે બંધકોની મુક્તિ થાય તેવી માંગ કરી રહ્યા છે. આ પરિવારે ઇદની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે.

અર ઈરફાન જહાજના માલિક આદમ અલી શીરૂએ જણાવ્યું હતું કે વીતેલા મે મહિનામાં જહાજ મુન્દ્રાથી ખાદ્ય સામગ્રી ભરી યમન જવા નીકળ્યું હતું અને દુબઈથી 15મેના ઇલેકટ્રીક સમાન ભરી કરાચી પહોંચે તે અગાઉ ઓમાનની આંતરરાષ્ટ્રીય જળ સીમા પાસે ચાંચિયાઓ દ્વારા તેમના પર ગોળીબાર કરી જહાજને બંધક બનાવાયું હતું. દરમિયાન ઈરાનની સેના આવી જતા જહાજ સહિત તમામને ઇરાનના કિસમ પોર્ટ લઇ જવાયા હતા

જ્યાં તેમને કોર્ટમાં રજુ કરતા ચાંચિયાઓને મુક્ત કરીને સલાયા સહિત ગુજરાતના 11 ક્રુ મેમ્બરોને પોલીસને સોંપી જેલમાં ધકેલી આપ્યા હતા. સલાયાના પરિવારે કરછના સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત કરી હતી કે તેમના પરિવારના 7 સભ્યો સહીત 4 લોકોને ઈરાનની જેલમાંથી મુક્ત કરવામાં આવે જેથી કરછના સાંસદ દ્વારા ભારતીય દૂતાવાસને પત્ર પાઠવીને જણાવાયું છે કે કરછ ગુજરાતના 11 ક્રુ મેમ્બરોને આંતરરાષ્ટીય જળ સીમાએથી જહાજ સહીત બંધક બનાવેલા તમામ નિર્દોષ અને દોષી ન હોવાથી તમામને જેલ મુક્તિ થાય તે માટે ભારતીય દૂતાવાસને પત્ર લખીને મુક્તિ કરવામાં આવે તે માંગ કરી છે.

સલાયાનો શીરુ પરિવાર છેલ્લા 80 વર્ષથી જહાજ ઉદ્યોગ સાથે જોડાયેલો છે 40 સદસ્યોની સંખ્યા ધરાવતા પરિવારનો અલ કેસરી જહાજે 2018 માં સલાલામાં જળ સમાધિ લીધી હતી અને અઢી માસ પહેલા જ 1998માં માંડવી પોર્ટ પર બનેલું અલ ઈરફાન જહાજ ઈરાનમાં બંધક બનતા તેમની આજીવિકા છીનવાઈ અને પરિવારના સદસ્યો જેલમાં હોતા જેને મુક્તિ મળે તે માટે તેમના પરિવારના સભ્યો દરોરોજ કુરાન પડીને બંદગી કરી રહ્યા છે.


Loading...
Advertisement