સુરેન્દ્રનગરના પાટડીમાં વરસાદી વાતાવરણમાં વીજળી પાડવાથી યુવાનનું મોત

01 August 2020 02:45 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગરના પાટડીમાં વરસાદી વાતાવરણમાં વીજળી પાડવાથી યુવાનનું મોત

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 1
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે અચાનક ધોધમાર વરસાદ શરૂ થવા પામ્યો હતો જેના પગલે લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં અડધોથી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાવા પામ્યો હતો ત્યારે જિલ્લાના દસાડા વઢવાણ ચોટીલા લખતર પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

ગઇકાલે અચાનક સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થતા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે પાટડીમાં પણ ગઇકાલે સાંજના સમયે સાર્વત્રિક વરસાદ નોંધાવા પામ્યો હતો ત્યારે વરસાદી વાતાવરણમાં વીજળી પડતાં 45 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે જ્યારે પરિવારમાં અને સ્નેહીજનો માં શોકનું મોજુ ફરી વળવા પામ્યું છે.ત્યારે આ 45 વર્ષીય યુવક ખટાણા ભેમાભાઈ વેલાભાઇ નું વીજળી પડવાના કારણે મોત નિપજતા તાત્કાલિક તેમને પીએમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે હાલ ખટાણા પરિવાર ઉપરાંત અને સ્નેહીજનો શોકનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.


Loading...
Advertisement