ચોટીલાનાં પિયાવાની સીમમાં બિયરનું વેચાણ કરતા બે શખ્સ ઝડપાયા

01 August 2020 02:44 PM
Surendaranagar
  • ચોટીલાનાં પિયાવાની સીમમાં બિયરનું વેચાણ કરતા બે શખ્સ ઝડપાયા

390 ટીન સાથે અલ્ટો પકડી વધુ તપાસ હાથ ધરી

ચોટીલા, તા. 1
ચોટીલા પંથકનાં પિયાવા ગામની સીમમાં પોલીસે બાતમીના આધારે બિયરનાં ટીનનું વેચાણ કરતા બે પિતરાઈ ભાઇઓને 390 ટીન અને અલ્ટો કાર સાથે ઝડપી પાડેલ છે.

ચોટીલા પોલીસને બાતમી મળેલ કે પિયાવા ની સીમમાં બે ભાઇઓ બીયરનાં ટીનનું છુટક વેચાણ કરે છે જેના આધારે બીટ જમાદાર કેતનભાઇ ચાવડા, હરદેવસિંહ, નરેશભાઇ, રાહુલભાઇ, રાજુભાઈ, અજય સિંહ, સહિતનાએ વોચ ગોઠવી હકિકત મુજબ છાપો મારતા કિરણ કેસાભાઇ સાડમીયા અને તેના ફુઇનો દિકરો ભોપા મનુભાઇ માથસુરીયાને બીયર ટીનનાં 390 ડબલા તેમજ એક અલ્ટો કાર સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પોલીસે 39 હજારના બીયરનાં જથ્થા સાથે અલ્ટો કાર મળી કુલ રૂ. 1.14.000નો મુદ્દામાલ જપ્ત કરી બંન્ને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આ જથ્થો કોની પાસે થી લાવેલ હતા તે સહિતની તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement