નર્સિંગના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે, બાકીનાને માસ પ્રમોટ : નીતિન પટેલ

01 August 2020 01:23 PM
Ahmedabad Gujarat
  • નર્સિંગના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે, બાકીનાને માસ પ્રમોટ : નીતિન પટેલ

કોરોના દર્દીઓની સારવાર માટે નર્સિંગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ રોકાયેલા છે ત્યારે ઇન્ડીયન કાઉન્સીલ ઓફ નર્સિંગની માર્ગદર્શિકાની ચર્ચા કરી સર્વાનુમતે નિર્ણય લેવાયા

ગાંધીનગર
કોરોના મહામારી વચ્ચે કામ કરતા નરસિંહ કોલેજના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે આજે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું છે નસીબના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના પરીક્ષા લેવાશે બાકીના વિદ્યાર્થીઓને mascot માસ પ્રમોશન અપાશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, “સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા તા.14/05 અને તા.10/07 ના રોજ નર્સિંગ કોલેજની પરીક્ષા અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. જે મુજબ હવે ગુજરાતની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. જ્યારે અન્ય વર્ષના 18498 વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અને વર્ષ દરમિયાન કરેલા પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગળના વર્ષમાં પ્રમોટ કરવવામાં આવશે.

નીતિન પટેલે ઉમેર્યું કે, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં જો કોરોનાને કારણે પરીક્ષા લેવી શક્ય ના હોય તો ફાઇનલ યર સિવાયના વિદ્યાર્થીઓને આંતરીક મૂલ્યાંકન અને તેના વર્ષ દરમ્યાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગલા વર્ષમાં પ્રમોટ કરવા સૂચવેલ છે. જે મુજબ ગુજરાત રાજ્યમાં નર્સિંગના શિક્ષકો અને નર્સિંગના વિદ્યાર્થીઓ કોરોના દર્દીઓની સારવાર અને સર્વેની કામગીરીઓમાં જોડાયેલા છે.

રાજ્યમાં હાલ કોરોના મહામારીની પરિસ્થિતિ ધ્યાને રાખી ગુજરાત નર્સિંગ કાઉન્સીલની પરીક્ષા સમિતિની તા.14/07/2020નાં રોજ મળેલ બેઠકમાં ઇન્ડીયન કાઉન્સીલ ઓફ નર્સિંગની માર્ગદર્શિકાની ચર્ચા કરી સર્વાનુમતે આ નિર્ણય લેવાયો છે કે, છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. તે સિવાયનાં નર્સિંગનો અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા સિવાય તેમનાં અભ્યાસક્રમનાં આંતરીક મુલ્યાંકનનાં આધારે આગળના વર્ષમાં માસ પ્રમોટ કરી યોગ્ય જણાયેલ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવશે.

એ.એન.એમ.નાં 3108 વિદ્યાર્થીઓની પરીક્ષા 31ઓગષ્ટથી લેવામાં આવશે. આ પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ સેનેટાઇઝર અને માસ્કના ઉપયોગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જી.એન.એમ.ના 14671 અને એ.એન.એમ.નાં 3827 વિદ્યાર્થીઓને મળશે. જ્યારે જી.એન.એમ.નાં 4561 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.


Related News

Loading...
Advertisement