સુશાંતના ખાતામાંથી કોઈ મોટી રકમની લેવડ-દેવડ નથી થઈ: પોલીસ

01 August 2020 01:21 PM
Entertainment India
  • સુશાંતના ખાતામાંથી કોઈ મોટી રકમની લેવડ-દેવડ નથી થઈ: પોલીસ

અજાણ્યા ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર થયાનો પિતાનો આરોપ: 15 કરોડની રકમ ગુમ થવાનું નિવેદન આપવા દબાણ કરાતું હોવાનો ફલેટ મેટનો આક્ષેપ

મુંબઈ તા.1
બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના આપઘાતને એક મહિના ઉપર થવા આવ્યુ હોવા છતાં તેમાં દરરોજ નવી વાતો સામે આવી રહી છે. સુશાંતસિંહના પિતા ક્રિશ્ના કિશોરસિંહના આક્ષેપ મુજબ સુશાંતના એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા અજાણ્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. જયારે મુંબઈ પોલીસની તપાસમાં સુશાંતનાં અકાઉન્ટમાંથી કોઈ મોટી રકમનાં ટ્રાન્ઝેકશનમાં સામે આવ્યા ન હતા.

મુંબઈ પોલીસની તપાસમાં સુશાંતસિંહ અને રીયાનાં અકાઉન્ટ વચ્ચે અમુક લાખ રૂપિયાનાં જ વ્યવહારો થયાનું સામે આવ્યું હતું. એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ જે કંઈ લેવડ-દેવડ થઈ છે તે અપાર્ટમેન્ટનાં ભાડા, મુસાફરી ખર્ચ, હોટેલમાં રોકાણ અને લોનાવાલામાં ફાર્મ હાઊસ ભાડે લેવામાં વપરાઈ છે.

શુક્રવારે બિહાર પોલીસની એફઆઈઆરનાં આધારે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ મની લોન્ડરીંગનો કેસ દાખલ કર્યો હતો. સુશાતનાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સંદિપ શ્રીધરે પણ જણાવ્યું હતું કે તેના કલાયન્ટસનાં અકાઉન્ટમાંથી કોઈ મોટી રકમનો ઉપાડ કે ટ્રાન્સફર નથી થયું. "હું સુશાંતસિંહનાં અકાઉન્ટ નાણાકીય વર્ષથી સંભાળુ છે. તેમનાં ખાતામાં જેટલી રકમ હતી તેટલી જ અત્યારે પણ છે”

સુશાંતના પિતા ક્રિશ્ના કુમારસિંહે અભિનેત્રી રિયા ચક્રવર્તી તેના પરીવાર અને અન્ય બે સામે ફરીયાદ નોંધાવી છે તેમણે એવો પણ આરોપ મુકયો હતો કે તેના પુત્રની 17 કરોડની બચતમાંથી 15 કરોડ રૂપિયા અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થયા છે.

બીજી બાજુ ક્રિએટીવ ડિઝાઈનર અને સુશાંતનાં ફલેટમેટ સિદ્ધાર્થ પીઠાણીએ પોલીસને જણાવ્યું કે તેને સુશાંતનાં પરીવાર અને વકીલ તરફથી સુશાંતનાં ખાતામાંથી 15 કરોડ રૂપિયા ગુમ થયા હોવાનું કહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. સુશાંત ઘરનાં બધાં જ ખર્ચા ઉપાડતો હતો. પરંતુ તેણે કયારેય તેના ખાતામાંથી મોટી રકમ ગુમ થવા અંગે વાત કરી ન હતી. તેણે રિયાને કયારેય કોઈ બિલ ચુકવવા દીધુ ન હતું. મને બસ આટલી ખબર છે.

પીઠાણીએ જણાવ્યું કે તેને સુશાંતનાં સંબંધી, એક સિનિયર આઈપીએસ ઓફીસર, તેની બહેન મિતુસિંહ, સુપ્રિમ કોર્ટનાં સીનીયર એડવોકેટ તરફથી રીયા જયારે સુશાંત સાથે લીવઈનમાં હતી. ત્યારે તેના અને તેના ખર્ચની માહિતી માંગતા ફોન આવ્યા હતા. હું ડરી ગયો હતો અને આ અંગે પોલીસને ઈ-મેઈલ મારફતે જાણ પણ કરી હતી.

સુશાંતને અમુક પ્રોજેકટ પર કામ કરવુ હોવાથી હું જાન્યુઆરીમાં બીજી વખત તેની સાથે શિફટ થયો હતો. જે પછી મને ખબર પડીને ઓકટોબર અને ડિસેમ્બર વચ્ચે સુશાંતને ડેંગ્યુ થયો હતો અને જે પછી તેની ડિપ્રેશનની દવા શરૂ થઈ હતી. તેણે માર્ચમાં ડોકટરની સલાહ લીધા પછી દવા લેવાનું બંધ કરી દીધુ હતું.

પીઠાણીએ એમ પણ જણાવ્યું હતું કે તેણે કયારેય સુશાંત અને રિયાને ઝઘડો કરતા જોયા ન હતા. પરંતુ 8 જુનનાં રોજ જયારે રીયા જતી રહી ત્યારે તે દુ:ખી હતો. રિયાના ગયા પછી સુશાંતની બહેન મિતુસિંહ 3 દિવસ સુધી રોકાઈ હતી. જે પછી સુશાંતને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનાં આપઘાતની ખબર પડી. તેના આપઘાતને સુશાંત સાથે જોડવામાં આવતા તે વધુ દુ:ખી થઈ ગયો હતો.

સુશાંતનાં પિતાના વકીલ એડવોકેટ વિકાસસિંહે જણાવ્યું કે ‘છેલ્લે સુધી પીઠાણી સુશાંતનાં પરિવાર સાથે સંપર્કમાં હતો અને રીયા વિરૂધ્ધ બોલતો હતો હવે અચાનક જ તે પોતાના શુર બદલી રહ્યો છે.


Related News

Loading...
Advertisement