5 ઓગષ્ટે જિમ ખુલે તે પહેલાં જ મંત્રી બાવળિયાએ ઉદ્ઘાટન કરી નાખ્યું : કોંગ્રેસે ગણાવ્યું કાયદાનું ઉલ્લંઘન

01 August 2020 01:13 PM
Ahmedabad Gujarat Politics Rajkot
  • 5 ઓગષ્ટે જિમ ખુલે તે પહેલાં જ મંત્રી બાવળિયાએ ઉદ્ઘાટન કરી નાખ્યું : કોંગ્રેસે ગણાવ્યું કાયદાનું ઉલ્લંઘન

કોંગીનેતા જયરાજસિંહ પરમારે પગલાં લેવા માગ કરી

રાજકોટ
કોરોના મહામારીમાં લાબું લોકડાઉન થયા બાદ અનલોક-1 અને અનલોક-2 આવ્યું, આવતીકાલથી અનલોક-3 લાગુ થઈ રહ્યું છે તેમ છતાં સાવચેતીના ભાગરૂપે શાળા, કોલેજ, સિનેમાઘરો, સ્વિમિંગ પુલ હજુ બંધ છે. અનલોકો 1 અને 2 માં જિમ બંધ રખાયા હતા જે આગામી 5 ઓગષ્ટથી ખોલવા મંજૂરી આપી દીધી છે.

પરંતુ ગુજરાતના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ઉતાવળા થઈ તા.30 જુલાઈના રોજ જિમનું ઉદ્ઘાટન કર્યું છે. અધૂરામાં પૂરું મંત્રીજીએ ખુદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ઉદ્ઘાટનની તસવીરો પોસ્ટ કરી છે. કોંગ્રેસે મોકો જોય બાવળિયા પર તડાપીટ બોલાવી છે.

વિસ્તૃત વિગત જોઈએ તો જસદણ તાલુકા સેવા સદન ખાતે નવનિર્મિત જિમ સેન્ટરનું ગઈકાલે 30 જુલાઈએ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. નજીવી ફી ચૂકવીને કોઈ પણ વ્યક્તિ આ જિમનો ઉપયોગ કરી શકશે.

કેન્દ્ર સરકારે હજુ જિમ ખોલવા મંજૂરી આપી નથી, જિમ 5 ઓગષ્ટથી ખુલશે. જોકે કુંવરજીભાઇના આ કાર્યક્રમના ફોટા પ્રસિદ્ધ થતા એક નવો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે બાવળિયા પર નિશાન સાધતા કહ્યું કે, કુંવરજીભાઇ બાવળિયાએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

અગાઉ પણ ભાજપના અનેક કાર્યક્રમોને લઈ વિપક્ષે કાયદા ઉલ્લંઘનનું રટણ કર્યું છે. પરંતુ હજુ સુધી પોલીસ કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે જોવું રહ્યું કે મંત્રીજીના મામલામાં કોઈ એક્શન લેવાશે કે વિપક્ષ આક્ષેપો કરતું રહી જશે.


Related News

Loading...
Advertisement