ગુજરાતના નવનિયુક્ત DGP આશિષ ભાટીયાએ કહ્યું - "કોરોના સ્થિતિને સુધારવાની ઝુંબેશને પ્રાથમિકતા આપીશું"

01 August 2020 01:09 PM
Ahmedabad Gujarat
  • ગુજરાતના નવનિયુક્ત DGP આશિષ ભાટીયાએ કહ્યું - "કોરોના સ્થિતિને સુધારવાની ઝુંબેશને પ્રાથમિકતા આપીશું"

અમદાવાદ ખાતે નિવૃત્ત થતા DGP શિવાનંદ ઝા અને આશિષ ભાટીયાને ગાર્ડ ઓફ ઓનર અપાયું

અમદાવાદ
ગુજરાતના નવનિયુક્ત DGP આશિષ ભાટીયાએએ પત્રકારોને જણાવ્યું હતું કે, કોરોના સ્થિતિને સુધારવાની ઝુંબેશને પ્રાથમિકતા અને આપીશું. પોલીસ વિભાગમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને લોકોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ અંગે જાગૃતિ આવે તે માટે પોલીસ કામ કરશે. તદુપરાંત માસ્કના નિયમની કડક અમલવારી થશે. તેઓએ એટીએસની કામગીરીના વખાણ કર્યા અને કહ્યું કે આ રીતે જ કામગીરી થતી રહેશે.

સાયબર ક્રાઇમ વિશે પૂછાયેલા સવાલનો જવાબ આપતા ડીજીપીએ કહ્યું કે, અમદાવાદ સાઇબર ક્રાઇમની ટીમ સ્ટેટ લેવલનું કામ કરે છે. અહીં અમે પોલીસ ઇન્સ્પેક્ટરની સંખ્યા વધારી છે. અનેક ગુના ઉકેલ્યા છે. અરજી પરથી ગુનેગારો સામે ગુના નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં જુદા જુદા રેન્જમાં જ્યાં સાયબર સેલ કામ કરતું ત્યાં સાયબર પોલીસ મથકનું સ્વરૂપ અપાયું છે.

પૂરતું સંખ્યા બળ પૂરું પાડવામાં આવ્યું છે. આઈઆરયુ યુનિટ મારફત ત્વરીત રૂપિયા પરત અપાવ્યા છે. સાયબર ક્રાઇમ થયા બાદ તુરંત પોલીસને જાણ કરવામાં આવે તો પોલીસ શ્રેષ્ઠ કામગીરી કરે છે. અને સાયબર ગુનાઓ સામે આમ જ લડત ચાલુ રહેશે તેમ આશિષ ભાટીયાએ જણાવ્યું હતું.

અમદાવાદ ખાતે નિવૃત્ત થતા DGP શિવાનંદ ઝા અને નવનિયુકત DGP આશિષ ભાટીયાને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.


Related News

Loading...
Advertisement