સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા સાદગીપૂર્ણ રીતે મનાવાતી ઉદ-ઉલ-અઝહા

01 August 2020 12:51 PM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા સાદગીપૂર્ણ રીતે મનાવાતી ઉદ-ઉલ-અઝહા
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા સાદગીપૂર્ણ રીતે મનાવાતી ઉદ-ઉલ-અઝહા
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા સાદગીપૂર્ણ રીતે મનાવાતી ઉદ-ઉલ-અઝહા

કોરોનાના ફૂંફાડાના પગલે મુસ્લિમ બિરાદરો દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ જાળવી મસ્જિદોમાં અને પોતાના ઘેર ખાસ નમાઝ અદા કરી મુબારકબાદી પાઠવાઈ

રાજકોટ,તા. 1
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે ઇદ-ઉલ-અઝહાનો પર્વ સાદગીપૂર્ણ રીતે મનાવવામાં આવેલ હતો. મુસ્લિમ બિરાદરોએ મસ્જીદોમાં નમાઝ અદા કરી પરસ્પર સોશ્યલ ડીસ્ટન્સ જાળવી એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી.

અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં તમામ જિલ્લાઓમાં ઇદ-ઉલ-અઝહા (બકરી ઇદ)ની ઉજવણી પ્રસંગે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવેલ હતો.

રાજકોટ
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં ઇદે-ઉલ-અઝહાની ઉજવણી પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ મસ્જીદોમાં તેમજ પોતાનાં ઘેર ખાસ નમાઝ અદા કરી હતી. તેમજ વિશ્ર્વને કોરોનામાંથી મુક્તિ મળે તે માટે દૂઆ માંગી હતી. ઇદ-ઉલ-અઝહા પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ પરસ્પર એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી.

જૂનાગઢ
મુસ્લિમ સમાજે ઇદનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો છે. જૂનાગઢની જુમ્મા મસ્જીદ તેમજ જુદી જુદી મસ્જીો ટીંબાવાડી સહિતમાં સવારે 7 કલાકે મુસ્લીમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી. અને એકબીજાને ઇદ મુબારક પાઠવ્યા હતાં. નમાઝ પઢવામાં પણ ઠેર ઠેર સોશ્યલ અંતરજાળવવાની ખાસ કાળજી રાખવામાં આવી હતી. કોરોનાના કારણે ઇદ મુબારક પાઠવવામાં એકબીજાને ગળે લગાડી ઇદ મુબારક પાઠવ્યા હતાં.


Related News

Loading...
Advertisement